ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 જુલાઈ 2020
મુંબઈ શહેરમાં કોરોના ને કારણે મૃત્યુદર વધવાના કારણો ને લઈને, નાની હોસ્પિટલો-નર્સિગ હોમ અને ટાસ્ક ફોર્સ ના સભ્યો સામસામે આવી ગયા છે. મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા નિયુક્ત કોવિડ-19 ફોર્સના જણાવ્યા મુજબ શહેરની નાની હોસ્પિટલો અને નર્સિંગ હોમ સારવાર અંગેના મેડિકલ ગાઈડલાઈનનું પાલન કરતી નથી. દર્દીની તબિયત એકદમ કથળી જવા માંડી હોય ત્યાર બાદ મોટી હોસ્પીટલોમાં રીફર કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, "સરકારી હોસ્પિટલમાં આવનારા મોટા ભાગના દર્દીઓની હાલત ખૂબ નાજુક હોય છે અને મોટાભાગના દર્દીઓને નાના નર્સિંગ હોમમાંથી લાવવામાં આવ્યા હોય છે." લગભગ દરેક કાસ ફોર્સમાં નોંધ્યુ છે કે "નાની હોસ્પિટલો એ સારવારમાં ગોટાળા કર્યા હોય અથવા તો મોટી હોસ્પીટલોમાં મોકલવામાં ઘણો વિલંબ થઈ ગયો હોય છે."
મુંબઈમાં હાલ મૃત્યુ દર વધીને 3 થી 4 ટકા થયો છે. જેને એક ટકા પર લાવવા મનપાએ 'મીશન સેવ લાઈવ્ઝ' અભિયાન શરૂ કર્યું છે. ટાસ્ક ફોર્સ એ એવા નર્સિંગ હોમની ઓળખ કરી છે જ્યાં 50 થી પણ ઓછા બેડ અને ICU જેવી સુવિધા ઉપલબ્ધ નથી. આમાંના મોટાભાગના અંધેરી અને બોરીવલી વચ્ચે આવેલા છે. ટાસ્ક ફોર્સના જણાવ્યા મુજબ નર્સિંગ હોમને ગંભીર દર્દીઓને દાખલ કરવાનો અધિકાર નથી. તેમણે તરત જ મોટી હોસ્પિટલમાં રિફર કરવાનું હોય છે.
જોકે ખાનગી ડોક્ટર્સનું કહેવું છે કે "નાની હોસ્પિટલ અને નર્સિંગ હોમ ને બલિનો બકરો બનાવાઇ રહ્યો છે. અમે બીએમસી ના તમામ નિયમોનું પાલન કરીએ છીએ. ઊલટાનું પાલિકા પર બેડ વધારવાનું દબાણ હતું ત્યારે ખાનગી-નાની હોસ્પિટલોને વિચાર્યા વગર કોવિડની ફેસીલીટી માં બદલી નાખી હતી. પરંતુ, હોસ્પિટલમાં નથી ICU કે નથી કોરોનાને લગતી કોઇ સુવિધા.. એટલે સ્વાભાવિક છે કે દર્દી સરકારી અથવા તો મોટી હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધી હાલત કથળી ચૂકી હોય છે અથવા તો મોત થઈ ચૂક્યું હોય છે અને, આ જ કોરોનાનું મૃત્યુ દર વધવાનું મોટું કારણ છે. એમ એસોસિએશન ઓફ મેડિકલ કન્સલ્ટન્ટ ના પ્રમુખે જણાવ્યું હતું..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com