News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Union Minister Smriti Irani)ની પુત્રી પર ગોવા(Goa)માં બાર ચલાવવા માટે ગેરકાયદેસર રીતે લાઈસન્સ(Bar License) લેવાનો આરોપ મુકયા બાદ કોંગ્રેસે નવો આક્ષેપ કર્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસનો દાવો છે કે, સ્મૃતિ ઈરાનીની પુત્રી જે બાર ચલાવે છે તેનાથી દસ જ કિલોમીટર દુર સ્મૃતિ ઈરાનીના નામે એક આલીશાન મકાન(home) છે.
સાથે કોંગ્રેસે કહ્યુ કે, સ્મૃતિ ઈરાનીની પુત્રીએ પોતાનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરી નાંખ્યુ છે. જેના પર ગોવાના બારની ઘણી તસવીરો હતી.
જોકે સ્મૃતિ ઈરાની પહેલા જ આરોપોને ફગાવી ચુકયા છે અને કહી ચુકયા છે કે કોંગ્રેસ જે સિલી સોલ્સ નામના બાર કમ કેફેની વાત કરે છે તેની મારી પુત્રી માલિક પણ નથી અને સંચાલક પણ નથી.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર- મુંબઈનો આ રસ્તો ત્રણ દિવસ માટે ટ્રાફિક માટે બંધ રહેશે- જાણો વિગત