ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
કોલકાતાની સરકારી હૉસ્પિટલમાં મૃતદેહોને સંભાળવા માટે પ્રયોગશાળા સહાયકોની છ પોસ્ટ્સ પર ભરતી માટે ૮,૦૦૦ અરજી મળી હતી. આ અરજદારોમાં એન્જિનિયર, સ્નાતક અને અનુસ્નાતક ઉમેદવારો પણ સામેલ હતા. પ્રયોગશાળા સહાયકને મોર્ગમાં બોલચાલની ભાષામાં 'ડોમ' પણ કહેવામાં આવે છે. તબીબી સંસ્થાના અધિકારીએ એક મીડિયા હાઉસને આ માહિતી આપી હતી.
આ અધિકારીએ મીડિયા હાઉસને જણાવ્યું હતું કે નીલ રત્ન સરકાર મેડિકલ કૉલેજ કમ હૉસ્પિટલમાં ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલૉજી વિભાગમાં 'ડોમ'ની છ પોસ્ટ્સ પર લગભગ 100 ઇજનેરો, 500 પોસ્ટ ગ્રૅજ્યુએટ અને 2,200સ્નાતક ઉમેદવારોએ અરજી કરી છે. હૉસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે કુલ અરજદારોમાંથી 84 મહિલાઓ સહિત 784 ઉમેદવારોને પહેલી ઑગસ્ટના રોજ યોજાનારી લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા છે.
બાપરે! મુલુંડમાં ઑટોરિક્ષામાં મળી વિશાળ કદની મોનિટર લિઝાર્ડ
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં જાહેર થયેલી ભરતીના જાહેરનામા મુજબ આ પદ માટેની યોગ્યતા ઓછામાં ઓછી આઠમું પાસ અને વયમર્યાદા 18-40 વર્ષ છે. માસિક પગાર રૂપિયા15,000 છે. આ અધિકારીએ ઉમેર્યું હતું કે આવું પહેલી વાર બન્યું છે કે લાયકાત કરતાં અરજદારો અનુસાર ઉચ્ચ શિક્ષિત છે. આશ્ચર્યજનક વાત છે કે એન્જિનિયરિંગ, માસ્ટર્સ અને બેચલર ડિગ્રી ધરાવતા લોકોએ આ પોસ્ટ માટે અરજી કરી.
