ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્રમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. રાજ્યમાં કોરોનાની સ્થિતિ હજી પણ ગંભીર છે. જોકેએપ્રિલ મહિનાની સરખામણીએ કેસ સતત ઘટ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં લદાયેલા પ્રતિબંધોની મુદત 1 જૂનના રોજ સમાપ્ત થવાની છે, એવામાં હવે શું થશે એ જણાવા નાગરિકો ઉત્સુક છે.
રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ આજે મંત્રાલયમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન સંકેત આપ્યા છે કે જે જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંક ઘટ્યો છે, એવા જિલ્લાઓમાં પ્રતિબંધો હળવા થઈ શકે છે. જોકેકડક પ્રતિબંધો છતાં કેટલાક જિલ્લાઓમાં આ સંખ્યા હજી કાબૂમાં આવી નથી. રાજ્યમાં જ્યારે લોકડાઉન લગાડવામાં આવ્યું હતું ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દૈનિક ધોરણે 70 હજારની આસપાસ હતી, જે હવે ત્રીસ હજારની આસપાસ થઈ ગઈ છે.
મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં lockdown સંદર્ભે આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ આપ્યું આ મહત્ત્વપૂર્ણ નિવેદન
ઉલ્લેખનીય છે કે આ સંદર્ભેનો આખરી નિર્ણય મહારાષ્ટ્રની કૅબિનેટમાં લેવાશે. ગઈકાલે રાજ્યમાં ૨૬,૬૭૨ નવા દર્દીઓ નોંધ્યા હતા અને ૨૯,૧૭૭ દર્દીઓ સાજા થયા હતા. હાલ રાજ્યમાં 3,૪૮,૩૯૫ ઍક્ટિવ કેસ છે.