News Continuous Bureau | Mumbai
શિવસેના(Shiv Sena) કોની અને પક્ષનું ચિહ્ન(Party symbol) ધનુષ્યબાણ કોનું તેનો નિર્ણય લેવાનો અધિકારી ચૂંટણી પંચને(Election Commission) હોવાનું સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું છે. તેથી હવે ચૂંટણી પંચના હાથમાં ઉદ્ધવ ઠાકરેનું(Uddhav Thackeray) ભવિષ્ય હોવાનું કહેવાય છે. ત્યારે શું ખરેખર ઠાકરેના હાથમાંથી શિવસેના અને ચિહ્ન(Shiv Sena and the sign) બંને જતુ રહેશે એવા સવાલો થઈ રહ્યા છે.
દેશમાં અગાઉ પણ અનેક પક્ષમાં બળવો થઈને પક્ષમાં ભંગાણ પડ્યું છે અને પક્ષના ચિન્હને લઈને વિવાદ થયા છે. બિહારમાં(Bihar) રામવિલાસ પાસવાનના(Ram Vilas Paswan) નિધન બાદ તેમના પુત્ર ચિરાગ અને તેમના ભાઈ પશુપતી પારસ વચ્ચે લોકશક્તિ પક્ષ પર માલિકીને લઈને વિવાદ થયો હતો. તે દરમિયાન થયેલી પેટાચૂંટણીમાં(by-election) ચૂંટણી પંચે બંને દાવેદારોને અલગ અલગ ચિન્હન આપ્યું હતું. 2017માં જયલલિતાના(Jayalalithaa) નિધન બાદ એક બેઠક માટે થયેલી પેટાચૂંટણીમાં અણ્ણાદ્રમુકના બે ગ્રુપ એકબીજા વિરુદ્ધ થઈ ગયા હતા. ત્યારે પણ અણ્ણાદ્રમુકને ચિહ્નને બદલે બીજું ચિન્હ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ પણ અગાઉ આ પરિસ્થિતિનો સામનો કરી ચૂકી છે.
મંગળવારના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ધનુષ્યબાણ એ શિવસેનાના ચૂંટણી ચિહ્નનું શું થાય છે તેના પર સૌ કોઈની નજર છે. ચૂંટણી પંચે હવે બળવાખોર શિવસેનાના ધારાસભ્યોની અપાત્રતાના કેસની રાહ જોવાની નથી શિવસેનાના બળવાખોર નેતા(Rebel leader of Shiv Sena) અને હવે મુખ્યપ્રધાન(Chief Minister) બનેલા એકનાથ શિંદે (Eknath Shinde) પોતાની શિવસેના જ સાચ્ચી હોવાનો દાવો કર્યો છે, તેના પર હવે ચૂંટણી પંચ સુનાવણી કરશે. તેથી અપ્રત્યક્ષ રીતે સુપ્રીમ કોર્ટનો ચુકાદો શિંદેની તરફેણમાં ગયો હોવાનો કહેવાય છે. જોકે કાયદાની દ્રષ્ટિએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અર્થ એવો થતો નથી. પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને શિંદેએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી છે, તેથી ચૂંટણી પંચ તેમની તરફેણમાં ચુકાદો આપે એવો ડર હવે અંદરખાને ઉદ્ધવ સેનાને સતાવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : અમદાવાદમાં આકાશી શણગાર- ભારતના નકશાથી લઈને વેલકમ PM મોદી સહિતની ડિઝાઇન- જુઓ મંત્રમુગ્ધ કરી દેતો વિડીયો
ચૂંટણી પંચ સામે જોકે હવે સંઘર્ષ લાંબો સમય ચાલે એવી શક્યતા છે. 1968ના ચૂંટણી ચિન્હ વિષયના કાદયા મુજબ ચાલનારી આ પ્રક્રિયા એકદમ લાંબી અને કીચકીચભરી છે. પક્ષનું બંધારણ, રચના, પદાધિકારી, પ્રતિનિધિ અને સભ્યોનું સંખ્યાબળ, કાયદામંડળના પ્રતિનિધિ અને પક્ષસંઘટનાનું સંખ્યાબળ જેવા મુદ્દાઓ પર બહુમતી તપાસવામાં આવશે. જે ગ્રુપ પાસે બહુમતી હશે તેને ધનુષ્યબાણનું ચિહ્ન મળશે. બંને ગ્રુપનું સંખ્યાબળ સરખું હશે તો ચિન્હ બેમાથી કોઈ પણ પક્ષને નહીં મળશે. અને બંનેને નવા પક્ષની નોંધણી કરવી પડશે. એમ જોઈએ તો ધારાસભ્ય અને સાંસદના સંખ્યાબળને જોતા શિંદે ગ્રુપનું પલડું ભારે છે. તો શિવસેના પક્ષનું બંધારણ, પદાધિકારી, પ્રાથમિકસ સભ્ય સંદર્ભમાં હજી પિક્ચર ક્લિયર નથી. પરંતુ મંગળવારના સુપ્રીમના ચુકાદા બાદ ઉદ્ધવ ઠાકરે ગ્રુપની ચિંતામાં ચોક્કસ વધારો થયો છે.
આગામી દિવસોમાં મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યમાં અનેક મહાનગરપાલિકા, જિલ્લા પરિષદની ચૂંટણી છે. મુંબઈ મહાનગરપાલિકા પર શિવસેના 30 વર્ષથી રાજ કરી રહી છે અને હવે ભાજપે(BJP) શિંદે ગ્રુપ સાથે મળીને શિવસેના પાસેથી મુંબઈ મહાગનરપાલિકા(BMC) આંચકી લેવાના પ્રયાસમાં છે ત્યારે ઉદ્ધવ ઠાકરે માટે શિવસેનાનું ચિહ્ન ધનુષ્યબાણ બહુ મહત્વનું છે.
આ સમાચાર પણ વાંચો : કરદાતાઓના પૈસા પાણીમાં નહીં જાહેરખબરમાં ગયા- મહાવિકાસ આઘાડીએ અઢી વર્ષમાં અધધ કરોડ રૂપિયા જાહેર ખબર પાછળ જ ખર્ચી નાંખ્યા- RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો