ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે ૨૦૨૧
શનિવાર
મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધ બાદ કોરોનાના કેસમાં આંશિક ઘટાડો છેલ્લાં અમુક દિવસથી નોંધાયો છે, તેમ છતાં રોજ ૫૦ હજારથી વધુ કેસ રાજ્યમાં જોવા મળે છે. હવે લોકડાઉન અંગે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને એક સૂચક નિવેદન આપ્યું છે.
હાલમાં રાજ્યમાં ૧૫ મે સુધી કડક પ્રતિબંધો લગાવાયા છે. નિષ્ણાંતો મતે કોરોના ચેપની સાંકળ તોડવા માટે લોકડાઉન વધારવાની જરૂર છે. હવે આ બાબતે આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આજે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પરિસ્થિતિ હજી ગંભીર છે. ત્યાં દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. તેથી કેટલાક જિલ્લાઓમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેથી રાજ્યમાં પણ ભારે લોકડાઉન થવાની સંભાવના છે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે પણ આવી જ સંભાવના વ્યક્ત કરી છે.
કોરોનાકાળમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન આવ્યો સીને વર્કર્સની વ્હારે. કરશે આ મદદ
ઉલ્લેખનીય છે કે રાજ્યનો પોઝિટિવિટી રેટ હજી ઓછો થયો નથી. રાજ્યના ૩૬ માંથી ૧૨ જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં આ દર સ્થિર છે. રાજેશ ટોપેએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યમાં લોકડાઉન વધારવું કે કેમ તે તેનો નિર્ણય ૧૫ મે પછી જ લેવામાં આવશે.