ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ ગેરકાયદે વસૂલીની ફરિયાદ કરનાર બિલ્ડરે તપાસ કરનારાઓને જણાવ્યું છે કે આ વર્ષે માર્ચમાં તેમના ભૂતપૂર્વ વેપારી ભાગીદાર અને સિંહના એક નજીકના સાથી સાથેની મુલાકાત દરમિયાન તેમણે તેમને એમ કહેતાં સાંભળ્યા હતા કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) મહારાષ્ટ્રના ચારથી પાંચ પ્રધાનોની તપાસ કરશે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં પડી જશે. એમ પોલીસ અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું.
બિલ્ડર શ્યામસુંદર અગ્રવાલ પાસેથી 15 કરોડ રૂપિયાની માગણી કરવા બદલ મુંબઈ પોલીસે સિંહ વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલો બુધવારે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અગ્રવાલના ભૂતપૂર્વ સાથી સંજય પૂનમિયા (55) અને તેના સાથી સુનીલ જૈન (45)ની ધરપકડ કરવામાં આવી છે. અગ્રવાલની ફરિયાદના આધારે પોલીસે પરમબીરસિંહ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધ્યો છે. અગ્રવાલની ફરિયાદ મુજબ, 2011માં વિવાદોને કારણે તેમની ભાગીદારી સમાપ્ત થઈ ગયા પછીપૂનમિયાએ અગ્રવાલ સામે કથિત ખંડણી અને છેતરપિંડીના ઓછામાં ઓછા 18 કેસ દાખલ કર્યા હતા.
મ્હાડાની લોકોને દશેરા ગિફ્ટ; દશેરાને દિવસે ૯,૦૦૦ ઘરની કાઢશે લૉટરી, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે અગ્રવાલે પોલીસને જણાવ્યું હતું કે આ બેઠક દરમિયાન પૂનમિયાને તેના ફોન પર પરમબીર સિંહ, ડીસીપી અકબર પઠાણ અને અન્ય અધિકારીઓના કૉલ આવ્યા હતા. અગ્રવાલે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કેતેમના ફોન કૉલ દરમિયાનતેમણે પૂનમિયાને તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ સિંહે લખેલા 100 કરોડના પત્ર અંગે ચર્ચા કરતા સાંભળ્યા હતા.