ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડને લઈને રાજ્યભરમાં શિવસેના અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા છે.
કેટલાક અજાણ્યા લોકોએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં શિવસેના સાંસદ વિનાયક રાઉતના બંગલા પર સોડાની બોટલ ફેંકી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ચાર અજાણ્યા શખ્સો તેમના બંગલા પર સોડાની બોટલો ફેંકી ત્યાંથી ભાગી ગયા હતા.
બંગલાની સંભાળ રાખનાર વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદના આધારે, માલવણ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 336, 34, 37 (1) અને 135 હેઠળ અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. ઘટના બાદ બંગલાની આસપાસ સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે (મંગળવાર) મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકરો વચ્ચે રાણેના નિવેદનને લઈને ઘર્ષણ થયું હતું.