News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવેના અમદાવાદ(Ahmedabad) મંડળ પર મહેસાણા(Mehsana)–પાલનપુર(Palanpur) સેક્શનના ઉમરદાસી સ્ટેશન પર બ્રિજ નંબર 822ના પુનઃનિર્માણના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને(block) કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
સંપૂર્ણપણે રદ ટ્રેનો
- 25 અને 26 ઓક્ટોબર 2023 ટ્રેન નંબર 09437 મહેસાણા – આબુ રોડ ડેમુ સ્પેશિયલ રદ રહેશે.
- 26 અને 27 ઓક્ટોબર 2023 ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસાણા ડેમુ સ્પેશિયલ રદ રહેશે.
આંશિક રદ ટ્રેનો
- 26 ઓક્ટોબર 2023 ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર – સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ-સાબરમતી વચ્ચે રદ રહેશે.
- 27 ઓક્ટોબરે સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Vande Bharat : વંદે ભારત એક્સપ્રેસ દેશભરમાં સૌથી વધુ પસંદગીની ટ્રેન તરીકે ટોચ પર..
પરિવર્તિત માર્ગ થી દોડતી ટ્રેનો
- 25 અને 26 ઓક્ટોબરે સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા-ભીલડી-પાલનપુર થઈને દોડશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.