News Continuous Bureau | Mumbai
Express Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન પર 20 ઓગસ્ટ 2024 ના રોજ પાર્સલ સાઇડિંગ કમિશનિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે 04 કલાકનો બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:-
Express Train: સંપૂર્ણપણે રદ ટ્રેન
- 20મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09369/09370 સાબરમતી-પાટણ-સાબરમતી ડેમુ રદ રહેશે.
Express Train: આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલી ટ્રેનો
- 20 ઓગસ્ટ 2024ના રોજ ગાંધીનગર કેપિટલ ( Gandhinagar Capital ) થી દોડતી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ( Gandhinagar Capital-Mumbai Central Vande Bharat Express ) નિર્ધારિત રૂટ ખોડિયાર-સાબરમતી (ધર્મનગર બાજુ) ને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-સાબરમતી (જેલ/રાણીપ બાજુ)- અમદાવાદ ( Ahmedabad ) થઈને ચાલશે.
- 19 ઓગસ્ટ 2024 ના રોજ યોગનગરી ઋષિકેશથી દોડતી ટ્રેન નંબર 19032 યોગનગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ ( Yog Nagari Rishikesh-Ahmedabad Yoga Express ) નિર્ધારિત રૂટ ખોડિયાર-સાબરમતી (ધર્મનગર બાજુ) ને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-સાબરમતી (જેલ/રાણીપ બાજુ)-અમદાવાદ થઈને ચાલશે. આ સમય દરમિયાન આ ટ્રેનને સાબરમતી (જેલ/રાણીપ બાજુ) ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 2024ની સેન્ડ-ઑફ સમારંભમાં ડૉ. મનસુખ માંડવિયાએ લીધો ભાગ, ભારતીય ટુકડીને પાઠવી શુભેચ્છા..
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.