ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 12 એપ્રિલ 2021.
સોમવાર.
મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમિતોની સંખ્યા એ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. પરંતુ મહારાષ્ટ્રમાં જ અમુક ગામ એવા પણ છે,જ્યાં છેલ્લા એક વર્ષમાં કોરોના નો એક પણ કેસ મળ્યો નથી.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના ૧૦ તાલુકા હેઠળ આવેલા 73 ગામ કોરોના મુક્ત છે. મહારાષ્ટ્ર રાજ્યના દરેક મોટા શહેરો કે જિલ્લા કોરોનાની અસર હેઠળ છે. પરંતુ સોલાપુર જિલ્લાના 73 ગામમાં ત્યાંના લોકપ્રતિનિધિ તેમજ અધિકારીઓની સજાગતા અને ગામ વાળાઓના સહકારના કારણે કોરોના નો એક પણ કેસ આવ્યો નથી.
સોલાપુર જિલ્લાના લગભગ 1088 ગામમાંથી 1015 ગામ એવા છે કે જ્યાં છેલ્લા એક વર્ષમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. જ્યારે બાકીના 73 ગામ કોરોનાથી દૂર રહ્યા છે.
લોકોએ પહેરાવી સરકારને ટોપી. રાંચી માટે 250 ચડ્યા હતા. પણ સ્ટેશને પહોંચ્યા માત્ર 25 કેમ… જાણો અહીં…