ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર, 2021
મંગળવાર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે તાજેતરમાં તેમના નવા ઘર શિવતીર્થમાં રહેવા ગયા છે. હવે શિવસેના પ્રમુખ અને રાજ્યના વર્તમાન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં તેમના પરિવાર સાથે નવા ઘરમાં રહેવા જશે. માતોશ્રી બંગલાની સામે બિલ્ડીંગ 'માતોશ્રી-2' બનાવવામાં આવી છે.
જોકે મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનું નિવાસસ્થાન માતોશ્રી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શિવસેના સંબંધિત દરેક પ્રવૃત્તિનું કેન્દ્ર મુંબઈના બાંદ્રામાં સ્થિત માતોશ્રી છે. શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે હોય કે ઉદ્ધવ ઠાકરે, તેઓ માતોશ્રીમાં દરેક સભાઓ કરતા રહ્યા છે. ઠાકરે પરિવારના જૂના માતોશ્રી નિવાસ સ્થાન સાથે શિવસૈનિકોની આસ્થા જોડાયેલી છે. બાળા સાહેબ ઠાકરે તેમના અંતિમ સમય સુધી આ જ બંગલામાં રહ્યા હતા. માતોશ્રી 2 બનાવવા પાછળનું કારણ એવું કહેવાય છે કે ઉદ્ધવ ઠાકરેનો પરિવાર મોટો છે અને પાર્ટીની વૃદ્ધિ પણ થઈ છે. તેથી વધુ જગ્યાની આવશ્યકતા હોવાથી માતોશ્રી-2 બનાવવામાં આવ્યું છે.
નોટબંધીના 5 વર્ષ પૂરા: GDP અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન બન્નેમાં આટલો વધારો: જાણો વિગતે
નવા ઘરની જમીન ઉદ્ધવ ઠાકરેએ 11 કરોડ 60 લાખમાં ખરીદી હતી. આ ઇમારત 8 માળની છે. તેમાં 3 ડુપ્લેક્સ ફ્લેટ છે. અહીં 5 બેડરૂમ, સ્ટડી રૂમ, હોમ થિયેટર, સ્વિમિંગ પૂલ, હાઇટેક જિમ અને મોટો હોલ છે. માતોશ્રી-2માં બે પ્રવેશદ્વાર છે. એક પ્રવેશદ્વાર કલાનગરમાંથી અને બીજો BKC તરફ જતા રસ્તા પર છે. દરેક ફ્લોર પર ઠાકરે પરિવારની એક વ્યક્તિ રહેશે. તેવું કહેવાઈ રહ્યું છે.