News Continuous Bureau | Mumbai
Pilot Training Centre: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ( Devendra Fadnavis ) એક કાર્યક્રમમાંએક નિવેદન આપતા જણાવ્યું હતું કે, ટાટા જૂથના ( Tata Group ) સહયોગથી અમરાવતી (બેલોરા) એરપોર્ટ પર દક્ષિણ એશિયાનું સૌથી મોટું પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. દક્ષિણ એશિયાનું સૌથી મોટું પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અમરાવતી એરપોર્ટ ( Amravati Airport ) પર શરુ કરવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ માટે એર ઈન્ડિયાના ( Air India ) ડાયરેક્ટર ટાટા કંપની સાથે ખાસ કરાર કરવામાં આવ્યો છે.
આ કેન્દ્રમાં હજારો યુવાનોને પાયલોટ બનવાની તાલીમ આપશે..
નોંધનીય છે કે, એર ઈન્ડિયા હવે ટાટા કંપનીની હસ્તગત છે. જે બાદ કંપનીએ હજારો નવા એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આ હજારો નવા એરક્રાફ્ટ ઉડાડવા માટે પાયલોટની જરૂર પડશે. આ માટે એક ટ્રેનિંગ સેન્ટર બનાવવા માટે ટાટા કંપનીએ રાજ્ય સરકાર ( State Govt ) સાથે કરાર કર્યા હતા અને હજારો પાયલોટને તાલીમ આપવા માટે અમરાવતી એરપોર્ટ પર દક્ષિણ એશિયાનું સૌથી મોટું પાયલોટ ટ્રેઈનીંગ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Hanuman: બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કર્યા બાદ હવે ઓટિટિ પર રિલીઝ થવા જઈ રહી છે ‘હનુમાન’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો તેજા સજ્જા ની ફિલ્મ
એક મિડીયા રિપોર્ટ મુુજબ, આ ટ્રેઈનીંગ સેન્ટર અમરાવતી શહેરના વિકાસને વેગ આપશે અને એરપોર્ટને નવી ઉર્જા પ્રદાન કરશે. આ કેન્દ્રમાં હજારો યુવાનોને પાયલોટ બનવાની તાલીમ આપશે અને તેમને રોજગારીની નવી તકો પૂરી પાડશે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે આવી પ્રવૃત્તિઓ જરૂરી છે. તેમજ નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે જરૂરી અને શક્ય તે બધું કરીને વિકાસનું સંતુલન જાળવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.