Site icon

Pilot Training Centre: મહારાષ્ટ્રમાં આ સ્થળે હવે બનશે સાઉથ એશિયાનું સૌથી મોટું પાયલોટ ટ્રેઈનીંગ સેંટર… ટાટા કંપનીએ કર્યા રાજ્ય સરકાર સાથે કરાર…

Pilot Training Centre: એર ઈન્ડિયા હવે ટાટા કંપનીની હસ્તગત છે. જે બાદ કંપનીએ હજારો નવા એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આ હજારો નવા એરક્રાફ્ટ ઉડાડવા માટે પાઈલટની જરૂર પડશે. આ માટે એક ટ્રેનિંગ સેન્ટર બનાવવા માટે ટાટા કંપનીએ રાજ્ય સરકાર સાથે કરાર કર્યા હતા..

South Asia's largest pilot training center will now be built at this place in Maharashtra,Tata company has signed an agreement with the state government..

South Asia's largest pilot training center will now be built at this place in Maharashtra,Tata company has signed an agreement with the state government..

News Continuous Bureau | Mumbai

Pilot Training Centre: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ( Devendra Fadnavis ) એક કાર્યક્રમમાંએક નિવેદન આપતા જણાવ્યું હતું કે, ટાટા જૂથના ( Tata Group ) સહયોગથી અમરાવતી (બેલોરા) એરપોર્ટ પર દક્ષિણ એશિયાનું સૌથી મોટું પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. દક્ષિણ એશિયાનું સૌથી મોટું પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અમરાવતી એરપોર્ટ ( Amravati Airport ) પર શરુ કરવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ માટે એર ઈન્ડિયાના ( Air India ) ડાયરેક્ટર ટાટા કંપની સાથે ખાસ કરાર કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

 આ કેન્દ્રમાં હજારો યુવાનોને પાયલોટ બનવાની તાલીમ આપશે..

નોંધનીય છે કે, એર ઈન્ડિયા હવે ટાટા કંપનીની હસ્તગત છે. જે બાદ કંપનીએ હજારો નવા એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આ હજારો નવા એરક્રાફ્ટ ઉડાડવા માટે પાયલોટની જરૂર પડશે. આ માટે એક ટ્રેનિંગ સેન્ટર બનાવવા માટે ટાટા કંપનીએ રાજ્ય સરકાર ( State Govt )  સાથે કરાર કર્યા હતા અને હજારો પાયલોટને તાલીમ આપવા માટે અમરાવતી એરપોર્ટ પર દક્ષિણ એશિયાનું સૌથી મોટું પાયલોટ ટ્રેઈનીંગ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Hanuman: બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કર્યા બાદ હવે ઓટિટિ પર રિલીઝ થવા જઈ રહી છે ‘હનુમાન’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો તેજા સજ્જા ની ફિલ્મ

એક મિડીયા રિપોર્ટ મુુજબ, આ ટ્રેઈનીંગ સેન્ટર અમરાવતી શહેરના વિકાસને વેગ આપશે અને એરપોર્ટને નવી ઉર્જા પ્રદાન કરશે. આ કેન્દ્રમાં હજારો યુવાનોને પાયલોટ બનવાની તાલીમ આપશે અને તેમને રોજગારીની નવી તકો પૂરી પાડશે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે આવી પ્રવૃત્તિઓ જરૂરી છે. તેમજ નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે જરૂરી અને શક્ય તે બધું કરીને વિકાસનું સંતુલન જાળવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Maharashtra skill development: કૌશલ્ય વિકાસ વિભાગનો મોટો નિર્ણય: વિદેશી કંપનીઓને ઝટકો, સ્વદેશીને તક!
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Exit mobile version