News Continuous Bureau | Mumbai
Sports Authority Of Gujarat: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લાક્ક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના ( District Sports School Scheme ) અંતર્ગત ઊંચાઈને આધારે અં-૧૫ વયજુથના(તા.૦૧-૦૧-૨૦૦૯ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો) ખેલાડીઓ માટે પસંદગી પ્રક્રિયા યોજાશે.
જેમાં ૧૨ વર્ષના ભાઇઓની ૧૬૬+ અને બહેનોની ૧૬૧+, ૧૩ વર્ષના ભાઇઓની ૧૭૧+ અને બહેનોની ૧૬૪+, ૧૪ વર્ષના ભાઇઓની ૧૭૭+ અને બહેનોની ૧૬૯+ તેમજ ૧૫ વર્ષના ભાઇઓની ૧૮૨+ અને બહેનોની ૧૭૧+ ઊંચાઈના માપદંડો નક્કી કરાયા છે. તે માટે ખેલાડીઓએ ( players ) જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડનાં પુરાવા સાથે (મૂળ ગુજરાત નિવાસી ખેલાડી માટે) તા.૧૧-૦૯-૨૦૨૪ સુધી સવારે ૦૯:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધીમાં વ.દે. ગલેરીયા હાઇસ્કુલ, કઠોર, સુરત ખાતે ઉપસ્થિત રહેવા તેમજ વધુ માહિતી માટે કન્વીનરશ્રીઓ હિર્તાથ વ્યાસ(૭૨૦૨૦-૨૦૦૦૮) અને પ્રાચી મોદી(૯૫૭૪૨-૫૬૨૩૮)નો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સુરતની ( Surat ) યાદીમાં જણાવાયું છે. ‘
આ સમાચાર પણ વાંચો : Express Train: દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા-કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે આ ટ્રેનો ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.