Sports Authority Of Gujarat: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આ યોજના અંતર્ગત અં-૧૫ વયજુથના ખેલાડીઓ માટે યોજાશે પસંદગી પ્રક્રિયા.

Sports Authority Of Gujarat: જિલ્લાક્ક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત ઊંચાઈને આધારે અં-૧૫ વયજૂથના ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાનું આયોજન. નિયત વયજૂથ અને ઊંચાઈના માપદંડો ધરાવતા ખેલાડીઓએ જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડનાં પુરાવા સાથે જણાવેલા સ્થળે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં મુલાકાત લેવી

by Hiral Meria
Sports Authority of Gujarat, Gandhinagar will conduct the selection process for the players in the age group of 15 under this scheme.

News Continuous Bureau | Mumbai

Sports Authority Of Gujarat: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લાક્ક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના ( District Sports School Scheme ) અંતર્ગત ઊંચાઈને આધારે અં-૧૫ વયજુથના(તા.૦૧-૦૧-૨૦૦૯ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો) ખેલાડીઓ માટે પસંદગી પ્રક્રિયા યોજાશે.  

          જેમાં ૧૨ વર્ષના ભાઇઓની ૧૬૬+ અને બહેનોની ૧૬૧+, ૧૩ વર્ષના ભાઇઓની ૧૭૧+ અને બહેનોની ૧૬૪+, ૧૪ વર્ષના ભાઇઓની ૧૭૭+ અને બહેનોની ૧૬૯+ તેમજ ૧૫ વર્ષના ભાઇઓની ૧૮૨+ અને બહેનોની ૧૭૧+ ઊંચાઈના માપદંડો નક્કી કરાયા છે. તે માટે ખેલાડીઓએ ( players ) જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડનાં પુરાવા સાથે (મૂળ ગુજરાત નિવાસી ખેલાડી માટે) તા.૧૧-૦૯-૨૦૨૪ સુધી સવારે ૦૯:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધીમાં વ.દે. ગલેરીયા હાઇસ્કુલ, કઠોર, સુરત ખાતે ઉપસ્થિત રહેવા તેમજ વધુ માહિતી માટે કન્વીનરશ્રીઓ હિર્તાથ વ્યાસ(૭૨૦૨૦-૨૦૦૦૮) અને પ્રાચી મોદી(૯૫૭૪૨-૫૬૨૩૮)નો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સુરતની ( Surat ) યાદીમાં જણાવાયું છે. ‘

આ સમાચાર પણ વાંચો : Express Train: દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા-કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે આ ટ્રેનો ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More