ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જાન્યુઆરી 2022
બુધવાર.
ઉત્તર પ્રદેશના રાયબરેલીના મહારાજગંજ કોતવાલી વિસ્તારના પહાડપુર ગામમાં શરાબ પીવાથી 6 લોકોના મૃત્યુ થઈ ગયા છે.
શરાબ પીનારા લોકોમાં હજુ પણ અડધો ડઝનથી વધારે લોકોની હાલત ગંભીર છે.
તેમની સારવાર ઉચ્ચ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.
હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
ઉલેખનીય છે કે ઝેરી શરાબથી રાયબરેલીમાં અગાઉ પણ મૃત્યુ થઈ ચુક્યા છે તેમ છતાં વહીવટી તંત્ર સતર્ક થતું નથી.
