હાશ!! દસમા અને બારમાના વિદ્યાર્થીઓને મળશે પરીક્ષામાં આના માર્કસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,  

મંગળવાર,

SSC અને HSC બોર્ડના વિદ્યાર્થીઓને રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો તેને આધારે વધારાના માર્કસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને તેની માહિતી આપી હતી.
શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે કે કોવિડ-19ને કારણે સર્જાયેલી અસામાન્ય પરિસ્થિતિને કારણે શાળાના બાળકોનું નિયમિત શિક્ષણ ખોરવાઈ ન જાય તે માટે શાળા શિક્ષણ વિભાગે વિવિધ પગલાં લીધા છે. 

કોરોના નિયંત્રણમાં હોવાથી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ નિયમિત સ્વરૂપે લેવામાં આવી રહી છે.
માધ્યમિક શાળાઓમાં ધોરણ 10ની  પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તેમણે ધોરણ સાત અને આઠમાં ધોરણમાં રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, તેને ધ્યાનમાં રાખવામાં આવશે. તેમના સહભાગને આધારે તેમને વર્ષ 2021-22 માટે રમતગમતના વધારાના ગુણ આપવામાં આવશે. તો 12 ધોરણના વિદ્યાર્થીઓને ધોરણ નવમાં અને દસમામાં વર્ષ 2021-22માં રમતગમતની સ્પર્ધાઓમાં લીધેલા સહભાગને ધ્યાનમાં લઈને વધારાના રમતગમતના ગુણ આપવામાં આવશે એવું  વર્ષા ગાયકવાડે કહ્યું હતું. જોકે શિક્ષણ પ્રધાન ખાસ  સ્પષ્ટતા કરી હતી કે આ છૂટ ફક્ત વર્ષ 2021-22ની પરીક્ષાઓ માટે જ આપવામાં આવી રહી છે.

તો શું મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગામી દિવસમાં 100 ટકા નિયંત્રણો હળવા થશે? અનલોકને લઈને શું કહ્યું રાજ્યના આરોગ્ય પ્રધાને.. જાણો વિગતે

શૈક્ષણિક નિયમ મુજબ આ વર્ષે બોર્ડની ઓફલાઈન પરીક્ષા લેવામાં આવવાની છે. જેમાં 12મા ધોરણની પરીક્ષા 20મી ફેબ્રુઆરીની વચ્ચે અને 10મા ધોરણની પરીક્ષા 1લી માર્ચની વચ્ચે શરૂ થાય છે. જો કે, ચાલુ વર્ષે સામાન્ય કરતાં લગભગ બે અઠવાડિયા મોડી પરીક્ષા યોજાઈ રહી છે.

ધોરણ બારમાની લેખિત પરીક્ષા 4 માર્ચ, 2022 થી 30 માર્ચ, 2022 દરમિયાન લેવામાં આવશે. શ્રેણી, ડેમોનસ્ટ્રેશન, ઓરલ પરીક્ષા, આંતરિક મૂલ્યાંકન 14મી ફેબ્રુઆરી 2022 થી 3જી માર્ચ 2022 વચ્ચે યોજાશે. ધોરણ દસમાની  લેખિત પરીક્ષા 15મી માર્ચ 2022 થી 4 એપ્રિલ 2022 દરમિયાન લેવામાં આવશે. શ્રેણી, ડેમોનસ્ટ્રેશન, ઓરલ  પરીક્ષા, આંતરિક મૂલ્યાંકન 25મી ફેબ્રુઆરીથી 14મી માર્ચ દરમિયાન યોજાશે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *