ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
મુંબઈ સહિત રાજ્યભરમાં એસ.ટી.ના ભાડામાં વધારો કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન મહામંડળે (એમ.એસ.આર.ટી.સી.) લીધો છે.
એસ.ટી.ના ભાડામાં 17 ટકા વધારો કરાયો છે. જેથી એસ.ટી.નો પ્રવાસ મોંઘો થશે.
એસ.ટી. મહામંડળે આજ મધરાતથી ટિકિટના દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
એસ.ટી. મહામંડળે સ્પષ્ટીકરણ આપતા કહ્યું છે કે કેન્દ્ર સરકારના ડિઝલના દર પર નિયંત્રણ નથી. આથી ડિઝલના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે એસ.ટી. મહામંડળને ખાદ્ય ભરવા માટે નાછુટકે ભાડામાં વધારો કરવો પડયો છે.
ખાનગી ટ્રાવેલ્સ કંપનીએ હાલમાં ભાડામાં વધારો કર્યો હતો. ત્યારબાદ એસ.ટી. મહામંડળ દ્વારા બસના ભાડામાં વધારો કરવાનો વિચાર કર્યો હતો.
મ્યાનમાર બાદ હવે આ દેશમાં સરકારનું વિસર્જન, સૈનિકોએ કેબિનેટ સભ્યોની કરી ધરપકડ ;કટોકટીની સ્થિતિ જાહેર