Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારના વિરોધમાં આજે આ લોકોએ કર્યું આંદોલન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોના મહામારીમાંથી કોઈ ઇન્ડસ્ટ્રી બચી શકી નથી, જેમાં રંગભૂમિનો પણ સમાવેશ થાય છે. બ્રેક ધ ચેઇન હેઠળ સરકારે અનેક રાહતો આપી છે. સિરિયલોનાં શૂટિંગ માટે પણ શરતી મંજૂરી આપી દીધી છે. જોકે હજી સુધી નાટ્યજગત માટે સરકારે કોઈ જાહેરાત કરી નથી, ત્યારે આજે 9 ઑગસ્ટના ક્રાંતિદિન નિમિતે સરકારની  ભેદભાવભરી નીતિના  વિરોધમાં પોતાની માગણીઓ માટે રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોએ મુંબઈ સહિત રાજ્યભરમાં એકસાથે આંદોલન કર્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની આ જાહેરાતથી શું વેક્સિનની કાળાબજારી થશે? જાણો વિગત

દોઢ વર્ષના લૉકડાઉન દરમિયાન કામધંધા બંધ હતા. સરકાર તરફથી પણ કોઈ આર્થિક મદદ મળી નહોતી અને હવે અનેક ઉદ્યોગધંધાને રાહત આપવામાં આવી છે, પરંતુ નાટ્યભૂમિ સાથે સંકળાયેલા લોકો માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એની સામે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોમાં ભારે નારાજગી છે. રાજ્ય વ્યાપી આંદોલનમાં નાટ્યજગત સાથે જોડાયેલા લોકો જ નહીં, પણ લોકકલાકારો, તમાશાના કલાકારો, ગાયક, વાદક તથા પડદા પાછળ રહેલા હજારો કલાકારો પણ જોડાયા હતા. મુંબઈમાં દાદરમાં હિંદમાતા પાસે દાદાસાહેબ ફાળકેના પૂતળા સામે બપોરના આ આંદોલન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં રંગભૂમિ સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો હતો.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version