ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
વર્ષ 2022ની શરૂઆતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના થઈ છે.
જમ્મુ કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ થવાના કારણે 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 13 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે.
તમામની કટરા અને કકરાયલ નારાયણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ દુર્ઘટના બાદ માતા વૈષ્ણો દેવીની યાત્રા હાલ પુરતી રોકી દેવામાં આવી છે.
પ્રાથમિક વિગતોમાં એવું સામે આવ્યું છે કે, કોઈ વાતને લઈ વિવાદ વકરતાં શ્રદ્ધાળુઓએ એકબીજાને ધક્કા માર્યા હતા અને ત્યાર બાદ ભાગદોડ મચી ગઈ હતી.
