News Continuous Bureau | Mumbai
આંધ્ર પ્રદેશના (Andhra pradesh) ચિત્તૂર જિલ્લાના તિરૂમાલા વેંકટેશ્વર મંદિરમાં એક ઘટના બની છે.
આંધ્ર પ્રદેશમાં આવેલા (Venkateswara Swami Vaari Temple )વેંકટેશ્વર મંદિરમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાણુઓ (Devotees)વચ્ચે નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં ઓછામાં ઓછા 3 લોકો ઘાયલ થયા છે.
તિરૂમાલા વેંકટેશ્વર મંદિરના ટિકિટ કાઉન્ટર (ticket counter) પર શ્રદ્ધાળુઓની મોટી ભીડ સર્વદર્શનની ટિકિટ લેવા માટે એકઠી થઈ હતી, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
વેંકટેશ્વર મંદિરમાં સર્વદર્શન ટિકિટની સુવિધાના કારણે શ્રદ્ધાણુઓને નિ:શુલ્ક દર્શન કરવા મળે છે. જેથી લોકોને દર્શન કરવા માટે નંબર આવતા થોડો સમય લાગે છે, અને ભીડ પણ થાય છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીનાં કારણે 2 વર્ષથી આ મંદિર બંધ હતુ. 14 માર્ચથી જ શ્રદ્ધાણુઓને મંદિરમાં પ્રવેશવાની અનુમતિ મળી છે.
આ સમાચાર પણ વાંચો : મમતા બેનર્જીની જીભ લપસી ગઈ. ગર્ભવતી બનેલી નાબાલીક છોકરી વિશે. શરમ જનક બયાન આપ્યું. જાણો વિગતે….
తిరుమలలో శ్రీవారి భక్తుల తొక్కిసలాట, పలువురు పిల్లలుకు పెద్దలకు గాయాలు..
జగన్, సుబ్బారెడ్డి కలిసి టీటీడీ ని నాశనం చేస్తున్నాడు#Tirumala pic.twitter.com/8socvaTZSM
— vιnod kondabolu (@KondaboluVinod) April 12, 2022