Site icon

આ ભાઈએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આખેઆખી નકલી બ્રાન્ચ ખોલી નાખી.. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

તમિળનાડુ

Join Our WhatsApp Community

13 જુલાઈ 2020

હમણાં સુધી તમે નકલી નોટો, બનાવટી ડેબિટ-ક્રેડિટ કાર્ડ વિશે સાંભળ્યું હશે. જોકે, તમિળનાડુમાં એક નકલી બેંક શાખા ખોલવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ કેસમાં 19 વર્ષિય યવક અને અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના તમિળનાડુના પનારુતિ ખાતે બની હતી. પકડાયેલો યુવક પોતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીનો પુત્ર છે. તેણે પનારુતિ ખાતે એક બ્લોક લીધો અને બનાવટી દસ્તાવેજો સાથે કોમ્પ્યુટર, લોકર, ઇન્વોઇસેસ અને અન્ય દસ્તાવેજો એકઠા કર્યા અને બે સહયોગી સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નવી શાખા શરૂ કરી જેનું નામ પનારુતિ બજાર શાખા રાખ્યું હતું.

આ બેંક દ્વારા કેટલાક ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવ્યાં હતાં. જ્યારે એક ખાતાધારકે તેમને બનાવટી શાખામાંથી મળેલી રસીદ વિશે પૂછ્યું ત્યારે એસબીઆઈને આથી ઘટના અંગે જાણ થઈ હતી. ખાતાધારકે બેંકને જણાવ્યું કે તેણે "નવી ખૂલેલી શાખામાંથી રસીદ લીધી હતી અને જ્યારે પેલી બેંક શાખામાં ગયા ત્યારે તેઓ ચોંકી ગયા હતા. એસબીઆઇ શાખાની જેમ ત્યાં પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલ 19 વર્ષનાં આરોપી પાસે બેંકના તમામ વ્યવહારો વિશે વિસ્તૃત માહિતી હતી. પૂછપરછ માં તેણે જણાવ્યું કે તે પોતાની બેંક ઊભી કરવા માંગતો હતો, તેથી તેણે બનાવટી શાખા ઊભી કરી. હજી સુધી બેંકના કોઈ પણ ગ્રાહકે ફરિયાદ કરી નથી કે તેણે પૈસા માટે કોઈની લૂંટ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ પૂરી થયા બાદ જ વધુ માહિતી બહાર આવશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZXt4gs 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Exit mobile version