News Continuous Bureau | Mumbai
Air Ambulance: ગુજરાત સરકાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ વર્ષ દહાડે હજારો જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલમાં દાખલ કરીને નવજીવન આપવાનું ઉમદા કાર્ય કરી રહી છે. માત્ર એક ફોન રણકતાં શહેરનાં લીસા સપાટ રસ્તા પર અને અંતરિયાળ ગામડાઓની સડકો પર દોડી જતી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન અનેક દર્દીઓ માટે રાહતનું કારણ બનતી હોય છે તો અનેક મરણોન્મુખ આવી ગયેલા નાગરિકો માટે આશાનું કિરણ સાબિત થતી હોય છે. સાથે રાજય સરકારના ( Gujarat Government ) ગુજસેલ વિભાગ દ્વારા કાર્યરત એર એમ્બ્યુલન્સ થી ગુજરાતમાંથી બીજા રાજયની હોસ્પીટલોમાં દર્દીને ઈમરજન્સીના સમયે સારવાર માટે શીફટ કરવામાં આવે છે. આવી ધટના બની છે સુરત શહેરમાં.

State Government Air Ambulance to shift patients from Gujarat state to other state hospitals is a blessing
શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ ૭૧ વર્ષીય ડાહ્યાભાઇ દેસાઈને હદયરોગની વધુ સારવાર પડતા તાત્કાલિક ધોરણે એર એમ્યુલન્સ દ્વારા મુંબઈની ખાનગી હોસ્પિટલ દ્વારા ખાતે ખસેડવામાં આવ્યા હતા.

State Government Air Ambulance to shift patients from Gujarat state to other state hospitals is a blessing
Air Ambulance: ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજસેલ દ્વારા ચાલતી એર એમ્બ્યુલન્સ
૧૦૮ ઈમરજન્સી સેવાના ( emergency services ) ટેરેટરી ઇન્ચાર્જ અજય કદમ, રોશન દેસાઈ અને પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ૭૧ વર્ષીય ડાહ્યાભાઇ દેસાઈ સુરતની ( Surat ) ખાનગી હોસ્પિટલમાં હૃદયને લગતી બિમારીના કારણે વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા હતા. પરંતુ વધુ સારવાર માટે તેઓને તત્કાલ મુંબઈ લઈ જવા જરૂરી હતા. જેથી ડાહ્યાભાઈના દીકરાએ ૧૦૮માં ફોન કરીને એર એમ્યુલન્સ દ્વારા તેમના પિતાને મુંબઈ લઈ જવાની વિગતો આપી. ૧૦૮ના સ્ટાફે તત્કાલ તમામ પ્રક્રિયા આટોપીને વહેલી સવારે શહેરની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ ડાહ્યાભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સના ઇએમટી લીલાબેન તેમજ પાયલટ ભરતભાઈએ સુરક્ષિત રીતે એરપોર્ટ પહોંચાડ્યા હતા. ત્યારબાદ તેમને એર એમ્બ્યુલન્સમાં સલામતીપૂર્વક મુંબઈની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને દાખલ કરવામાં આવ્યા હતા.

State Government Air Ambulance to shift patients from Gujarat state to other state hospitals is a blessing
આ સમાચાર પણ વાંચો : Multibagger Stock: સચિન તેંડુલકર દ્વારા રોકાણ કરવામાં આવેલ આ મલ્ટીબેગર સ્ટોક બન્યો રોકેટ, 6 મહિનામાં અઢી ગણા વળતર આપ્યું.. જાણો વિગતે
આમ, લોક સેવામાં ૨૪*૭ કાર્યરત સુરત ૧૦૮ ઇમરજન્સી ( Surat 108 Emergency ) અને એર એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદરૂપ નીવડી રહી છે.

State Government Air Ambulance to shift patients from Gujarat state to other state hospitals is a blessing
રાજય સરકારના ગુજસેલ વિભાગ દ્વારા એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. એર એમ્બ્યુલન્સ સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ એર એમ્બ્યુલન્સ દ્વારા ગુજરાત રાજયમાં કોઈ ઈમરજન્સીના સમયે જેમ કે, ઓર્ગન ટ્રાસપ્લાન્ટ કે અન્ય રોગના કારણે ગુજરાત બહાર ચેન્નાઈ, મુંબઈ, ગોવા, કોચી, દહેરાદુન જેવા રાજ્યમાં મેડિકલ સુવિધા માટે આ સેવાનો લાભ દર્દીઓ દ્વારા લઈ જવામાં આવે છે. આ એર એમ્બ્યુલન્સ મારફતે નિયત કરવામાં આવેલા દરે ગુજરાતમાંથી અન્ય રાજયોની હોસ્પિટલમાં શીફટ કરવામાં આવે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

State Government Air Ambulance to shift patients from Gujarat state to other state hospitals is a blessing