Site icon

ISC-FICCI Sanitation Award-2024 Gujarat: ગુજરાતની યશકલગીમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ, આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હીમાં આપવામાં આવ્યો “ISC-FICCI સેનિટેશન એવોર્ડ-૨૦૨૪”.

ISC-FICCI Sanitation Award-2024 Gujarat: ગુજરાતમાં કુલ ૭,૪૧૧ બાયોગેસ પ્લાન્ટ તથા વેડંચા મોડલ આધારિત ૮૦ ગ્રે વોટર મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત: ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ. “સરકાર માટે ખાસ સન્માન” કેટગરી હેઠળ ગુજરાતના આ બંને મહત્વકાંક્ષી પ્રોજેક્ટની પસંદગી થઇ

State Government awarded “ISC-FICCI Sanitation Award-2024” at Delhi for Gobardhan and Gray Water Management Project of Gujarat

State Government awarded “ISC-FICCI Sanitation Award-2024” at Delhi for Gobardhan and Gray Water Management Project of Gujarat

 News Continuous Bureau | Mumbai

ISC-FICCI Sanitation Award-2024 Gujarat:  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતની યશકલગીમાં આજે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે “ISC-FICCI સેનિટેશન એવોર્ડ-૨૦૨૪” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

એક પ્રતિષ્ઠિત પહેલ તરીકે દેશના સેનીટેશન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ ૧૧ કેટેગરીમાં “ISC-FICCI સેનિટેશન એવોર્ડ-૨૦૨૪” ( ISC-FICCI Sanitation Award ) એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આજે FICCI ફેડરેશન હાઉસ, દિલ્હી ખાતે આયોજિત ISC-FICCI સેનિટેશન એવોર્ડની ૮મી આવૃત્તિમાં ઇનોવેશન અને ઈમ્પેક્ટફુલ સોલ્યૂશનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.

આ અંગે વિગતો આપતા ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ( Gujarat Government ) તરફથી ગ્રામ વિકાસ કમિશનર કચેરી દ્વારા ISC-FICCI સેનિટેશન એવોર્ડની ૮મી આવૃત્તિમાં અલગ-અલગ ૪ કેટેગરીમાં નામાંકન કરવામાં આવ્યું હતું. સમગ્ર મૂલ્યાંકન બાદ એવોર્ડ કમિટી દ્વારા “સરકાર માટે ખાસ સન્માન” કેટગરી હેઠળ ગુજરાતના ગોબરધન ( Gobardhan ) અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટની ( Grey Water Management Project ) પસંદગી કરી હતી અને રાજ્ય સરકારને આ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: PAN 2.0: એડવાન્સ્ડ ઇ-ગવર્નન્સ મારફતે કરદાતાઓની નોંધણીને આધુનિક બનાવવા માટે પરિવર્તનકારી પહેલ ‘PAN 2.0’, જાણો પાન 2.0 હેઠળ શું બદલાઈ રહ્યું છે ??

 ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંગે કહ્યું હતું કે, બનાસકાંઠાના વેડંચા ગામમાં બનાવેલા પ્રોજેક્ટ મોડલના આધારે ગુજરાતના ૮૦ ગામમાં સેન્ટ્રલાઇઝ ગ્રે વોટર મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવવમાં આવ્યા છે. આ ગામોમાં ઉત્પન્ન થતા ગ્રે વોટરને વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરીને તે પાણીનો ખેતીમાં પુનઃઉપયોગ કરવામાં આવે છે, જે ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપે છે. 

આ ઉપરાંત ગોબરધન યોજના હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન માટે પણ ગુજરાતમાં ( Gujarat  ) અત્યાર સુધીમાં કુલ ૭,૪૧૧ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટમાં ગાયના છાણમાંથી બાયોગેસ પેદા કરવામાં આવે છે, જે સ્વચ્છ ઊર્જા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version