ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 22 એપ્રિલ 2021.
ગુરુવાર.
દેશમાં વધતા કોરોના સંક્રમીતોની સંખ્યા દિવસે ના એટલી રાતે વધે છે. એના પગલે રાજ્યમાં ઓક્સીજનની અછતની બૂમાબૂમ ઘણા દિવસોથી સાંભળવા મળે છે. ઓક્સીજનની અછતથી કોરોના દર્દીઓના મૃત્યુદરમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે. ગઈકાલેજ નાસિક જિલ્લાની ઝાકીર હુસેન હોસ્પિટલમાં 24 કોરોના દર્દીઓ પ્રાણવાયુની અછતના લીધે મૃત્યુ પામ્યા હતા.
આ સંદર્ભે મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ કેન્દ્ર સરકાર પાસે મદદ મેળવવા હાથ લંબાવ્યો છે અને કહ્યું કે, રાજ્યની સામાન્ય જનતા માટે રાજ્ય સરકાર કઈ પણ કરવા તતપર છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના અક્ષરશ: વિનંતી કરવાની સાથે તેમના પગે પણ પડવા તૈયાર છે. ઓક્સીજન સપ્લાય તંત્ર કેન્દ્ર સરકારના હાથમાં છે.જો તેઓ ચાહેતો રાજ્યને ગ્રીન કોરિડોર સ્થાપિત કરીને અધિકાધિક ઓક્સીજન ઉપલબ્ધ કરાવી શકે છે.ઓક્જસીન મેળવવા માટે ઓક્સીજન પ્લાન્ટ પર આધાર રાખવો પડે તે માટે પ્રયત્નો ચાલુ છે. ઉદ્યોગધંધામાં પણ પીએસએ ટેક્નોલોજીનો પ્લાન્ટ હોય છે, તો તેને વપરાશમાં લઈ શકીયે કે નહિ તે વિશે પણ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે,કેન્દ્ર સરકાર તરફથી મોટા પ્રમાણમાં ઓક્સીજન આયાત કરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. પરંતુ જો તે પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવામાં આવે તો તેનો આપણને વહેલી તકે લાભ મળી શકે. રાજેશ ટોપેએ કેન્દ્ર સરકારને દરિયાઈ માર્ગે ઓક્સીજન પુરવઠો મોકલાવવાનું આડકતરી રીતે સૂચન પણ કર્યું હતું.
સરકારે કરી સ્પષ્ટતા, માત્ર આ લોકો જ ટ્રેનમાં સફર કરી શકશે.