Site icon News Continuous Bureau | Mumbai

ખાનગી શાળાઓની ફીના નિયમન માટે હવે મહારાષ્ટ્ર સરકાર ભરશે આ મોટું પગલું; વિધાનસભામાં લાવશે ખરડો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

રાજ્યમાં ખાનગી શાળાની ફીના મુદ્દે અને કોરોના સમયગાળા દરમિયાન વાલીઓને થતી અસુવિધા અંગે શિક્ષણ વિભાગને અનેક ફરિયાદો મળી રહી છે. રાજ્ય સરકાર ફી અંગે અવારનવાર ફરિયાદો જોઇને ટૂંક સમયમાં જ આ અંગે વટહુકમ બહાર પાડવાની તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવે છે કે જો ફી અંગે વટહુકમ બહાર પાડવામાં આવે તો રાજ્યમાં ફીના મુદ્દાથી છૂટકારો મેળવવામાં મદદ મળશે અને ફીના મુદ્દે વાલીઓને પણ રાહત થશે.

રાજ્યમાં સ્કૂલની ફીમાં થયેલા વધારા, શાળાઓની મનમાની, ફી ન ભરવા અને વાલીઓના આંદોલનને કારણે વિદ્યાર્થીઓને નલાઇન લેકચરમાંથી બહાર કાઢી મૂકવા અને વાલીઓની વારંવાર ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવા જઈ રહી છે. રાજ્ય સરકારે મહારાષ્ટ્ર શૈક્ષણિક સંસ્થાઓ (ફી નિયમન અધિનિયમ)માં કેટલાક ફેરફાર કરીને વટહુકમ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. આ અંગે આગામી કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. તેવી માહિતી રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે એક મીડિયા હાઉસને આપી હતી.

સતત ભારત વિરોધી બયાન આપનાર પીએમ ઓલીના કાર્યકાળનો થશે અંત,નેપાળની સુપ્રીમ કોર્ટે આપ્યા આ આદેશ  ; જાણો હવે કોણ બનશે નવા વડાપ્રધાન

જોકે, રાજ્ય સરકાર ફી નિયમન કાયદામાં કેટલાક ફેરફાર સાથે વટહુકમ લાવી તો રહી છે, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે સૂચિત વટહુકમ સરકારને શાળાઓને ફી વસૂલવાનો કે ફી માફ કરવાનો આદેશ આપવાનો અધિકાર આપશે કે નહીં. આ સંદર્ભે વટહુકમની માંગણી કરી રહેલા વાલીઓ તેને સકારાત્મકતાથી જોઈ રહ્યા છે.

રાજ્યને સમજાયું છે કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓની ફીનું નિયમન કરવાનો કાનૂની અધિકાર રાજ્ય પાસે નથી. તેથી, રાજ્ય સરકારે આમાં ફેરફાર કરવાની જરૂરિયાત ધ્યાનમાં લીધી છે. આ હેતુ માટે મહારાષ્ટ્ર શિક્ષણ ફી નિયમન અધિનિયમ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. તેમ છતાં, માતાપિતાની ફરિયાદો બંધ ન થતા આ સંદર્ભે એક મોટું પગલું લેવાની જરૂર છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version