ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021
બુધવાર
રાજ્યમાં રક્તદાન શિબિરોની સંખ્યા સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાને કારણે દાતાઓની ઓછી સંખ્યા થઈ છે. સામાજિક સંસ્થાઓને બ્લડ કેમ્પના આયોજનમાં નિષ્ફળતા મળી રહી છે. તેથી રાજ્યમાં ૧૦ દિવસ બાદ બ્લડબેંકોમાં રકતની અછત વર્તાઈ શકે છે. કલેક્ટરો અને કમિશનરોને કોવિડ નિયમોનું પાલન કરીને બ્લડ કેમ્પનું આયોજન કરવાનું કહેવાયું છે. સાથે જ દાતાઓને રકતદાન કરવાની વિનંતી કરાઇ છે.
સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યભરની 350 બ્લડ બેન્કોમાં 40,000 બ્લડ યુનિટ્સ છે. જે 8-10 દિવસ સુધીમાં ખતમ થઈ શકે છે.
ડેન્ગ્યુના દર્દીઓ વધવાથી બ્લડ પ્લેટલેટ્સની જરૂર પડી છે અને કોરોનાકાળમાં સ્થગિત સર્જરીઓ હવે થવાથી બ્લડ યુનિટની માગણી વધી રહી છે.
સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલના અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલો દ્વારા અપનાવવામાં આવેલ "રિપ્લેસમેન્ટ ડોનર" પદ્ધતિ બંધ થવી જોઈએ અને હેલ્થ હબ્સને બદલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું જોઈએ.