Site icon

Alert! કોવિડથી પીછો માંડ છૂટ્યો તો હવે આ નવા વાયરસે દુનિયામાં મચાવ્યો આતંક, કેન્દ્ર સરકારે બહાર પાડી ગાઈડલાઈન…

 News Continuous Bureau | Mumbai

વિશ્વભરમાં કોરોનાના(Corona) પ્રકોપમાંથી હજી બહાર આવ્યા નથી ત્યાં હવે મંકીપોક્સ વાયરસે(Monkeypox virus) આતંક મચાવી દીધો છે.. મંકીપોક્સના દર્દીઓની(Monkeypox patient) સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

WHO અનુસાર, મંકીપોક્સ એક વાયરલ ઝૂનોટીક રોગ(Viral zoonotic disease) છે. આ વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. હાલમાં, ભારતમાં મંકીપોક્સના કોઈ કેસ નોંધાયા નથી, પરંતુ કેન્દ્રીય આરોગ્ય વિભાગે(Central Health Department) તમામ રાજ્યોને અન્ય દેશોમાં કેસ સાથે વ્યવહાર કરવામાં સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચના બાદ મહારાષ્ટ્ર રાજ્યના(Maharashtra) આરોગ્ય વિભાગે અને મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) મંકી પોક્સ માટે એડવાઇઝરી(Advisory) જારી કરી છે. ચેતવણીને પગલે રાજ્ય આરોગ્ય વિભાગ(State Health Department) મંકીપોક્સ માટે હાઈ એલર્ટ(High alert) પર હોવાનું જણાય છે.રાજ્ય સરકાર માર્ગદર્શિકા બહાર પાડે છે.

વિશ્વભરમાં મંકીપોક્સના દર્દીઓની વધતી સંખ્યાને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(International Airport), બંદરો અને સરહદી વિસ્તારોની(Border areas) દેખરેખ શરૂ કરી દીધી છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે પણ એડવાઇઝરી જારી કરી છે.

આ સમાચાર પણ વાંચો :  પીએમ મોદી આજથી બે દિવસ જાપાનની મુલાકાતે, 40 કલાકમાં 1 રાષ્ટ્રપતિ, 2 PM અને 35 CEOને મળશે, કુલ આટલી મીટિંગમાં હાજરી આપશે; જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ.. 

મંકી પોક્સ અંગે મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ છેલ્લા 21 દિવસ દરમિયાન અસરગ્રસ્ત દેશોમાં મુસાફરી કરી રહેલા તમામ શંકાસ્પદ દર્દીઓ પર નજીકથી નજર રાખવામાં આવશે. સ્થાનિક જિલ્લા કલેક્ટરે આરોગ્ય વિભાગને આ શંકાસ્પદ દર્દીઓની માહિતી તાત્કાલિક આપવા સૂચના આપી છે.- આવા દર્દીઓની સારવાર કરતી વખતે ચેપ નિયંત્રણની તમામ પદ્ધતિઓનું પાલન કરવાનુ રહેશે. – રિપોર્ટ પોઝિટિવ આવશે તો કોન્ટેક્ટ ટ્રેસિંગ(Contact tracing) શરૂ કરવામાં આવશે. લોહીના સેમ્પલ અને શંકાસ્પદ દર્દીઓના નમૂના તપાસ માટે NIV પુણે મોકલવામાં આવશે. – જે લોકો છેલ્લા 21 દિવસમાં દર્દીના સંપર્કમાં આવ્યા છે તેમને તાત્કાલિક ઓળખી કાઢવાની અને અલગ રાખવાના રહેશે. 
 

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version