Site icon

એક સાંધે ત્યાં તેર તૂટે- ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો- આટલા રાજ્યના શિવસેના પ્રમુખોએ આપ્યું શિંદેને સમર્થન

EC rejects suggestions of final order on Shiv Sena poll symbol dispute ahead of Maha By-polls

પેટાચૂંટણી પહેલા શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર વિવાદ, ECએ અંતિમ આદેશ માટેના સૂચનોને નકારી કાઢ્યા

News Continuous Bureau | Mumbai

શિવસેના પ્રમુખ(Shiv Sena President) ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) વધુ એક જોરદાર ફટકો પડ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના(Chief Minister Eknath Shinde) બળવા બાદ મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ હતી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રાજ્યમાંથી દરરોજ કોઈને કોઈ જિલ્લામાંથી ફટકો પડી રહ્યો છે, તેમાં હવે તેમને મહારાષ્ટ્રની બહારથી પણ આંચકા મળી રહ્યા છે.

Join Our WhatsApp Community

દસ રાજ્યોના શિવસેનાના ટોચના નેતાઓએ(Top leaders) મંગળવારે મુંબઈમાં બેઠક યોજી હતી. આ સમયે દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ સહિત આઠ રાજ્યોમાં શિવસેનાના મોટા નેતાઓએ ઠાકરેને છોડવાનો નિર્ણય લીધો છે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

એકનાથ શિંદેએ બળવો પોકારીને મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ પાડ્યું હતું. 40 ધારાસભ્યો(MLA), 10  અપક્ષ સમર્થક ધારાસભ્યો(Independent pro-legislators), 12 સાંસદો(MP), અનેક નગરસેવકો, પદાધિકારીઓ, શિવસૈનિકો(Shiv Sainiks) શિંદે સાથે જોડાયા હતા. તે પછી પણ ઠાકરેના ગ્રુપમાં ભંગાણ પડવાનું ચાલુ જ છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી શિંદે જૂથો જોડાવાનું ચાલુ રાખે છે. એ જ રીતે ઠાકરેને દેશના જુદા જુદા ભાગોમાંથી પણ હવે ફટકો પડી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હી હાઈકોર્ટે BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીને આપ્યો ઝટકો- આટલા સપ્તાહમાં સરકારી નિવાસસ્થાન ખાલી કરવા આદેશ

દેશભરના શિવસેનાના વરિષ્ઠ નેતાઓએ મંગળવારે મુંબઈમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાગ લેનારા દસમાંથી આઠ રાજ્યોના શિવસેના પ્રમુખોએ એકનાથ શિંદેને ટેકો આપવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. રાજ્યોમાં દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગોવા, મણિપુર, છત્તીસગઢનો સમાવેશ થાય છે.

અસલી શિવસેના કોણ હશે, શિવસેનાનું સત્તાવાર ચૂંટણી ચિન્હ(Official election symbol) ધનુષ્ય-તીર કોને મળશે જેવા પ્રશ્નો સુપ્રીમ કોર્ટ કે ચૂંટણી પંચ(Supreme Court or Election Commission) સમક્ષ પડતર છે. આવા સમયે શિવસેનાના આ નેતાઓનું સમર્થન નિર્ણાયક બની શકે છે. શિવસેનાના બંધારણમાં બહારના રાજ્યના પદાધિકારીઓના અભિપ્રાયનો પણ વિચાર કરવામાં આવશે એવો ઉલ્લેખ હોવાથી શિંદેએ તેમને પોતાના પક્ષમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની રાજકીય સ્તરે ચર્ચા ચાલી રહી છે.
 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version