Site icon News Continuous Bureau | Mumbai

RBI90 Quiz: RBIની 90 વર્ષની ઉજવણીના હેઠળ અમદાવાદમાં રાજ્ય સ્તરે પ્રશ્નોત્તરી હરિફાઈ, આ કેન્દ્ર શાસિત પ્રદેશોની ટોચની ટીમોની કરાઈ પસંદગી.

RBI90 Quiz: રિઝર્વ બેંકની 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં 19 નવેમ્બરે રાજ્ય સ્તરે પ્રશ્નોત્તરી હરિફાઈ યોજાશે. ગુજરાત, દાદરા અને નગરહવેલી તેમજ દમણ,દીવની 90 ટીમની પસંદગી કરાઈ છે

State Level Quiz Competition in Ahmedabad as part of RBI's 90 Years Celebration

State Level Quiz Competition in Ahmedabad as part of RBI's 90 Years Celebration

 News Continuous Bureau | Mumbai 

RBI90 Quiz: ભારતીય રિઝર્વ બેંક આ વર્ષે પોતાની 90મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. RBI@90 અંતર્ગત આખા વર્ષ દરમિયાન ચાલી રહેલા ઉત્સવના સમારંભનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા 1 એપ્રિલ, 2024નાં રોજ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરવા માટે દેશભરમાં RBI દ્વારા વિભિન્ન કાર્યક્રમોની એક શ્રેણી આયોજિત કરવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Channel

આ અંતર્ગત બેંકના 90મા ( RBI90 Quiz ) વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું ( National level quiz ) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સ્તરે રાઉન્ડ માટે ટીમોને શોર્ટલિસ્ટ કરવા માટે 19થી 21 સપ્ટેમ્બર, 2024 દરમિયાન દેશભરમાં ક્વિઝનું એક ઓનલાઈન રાઉન્ડ આયોજિત કરાયું હતું. જેમાં દેશભરની વિભિન્ન કોલેજોના કુલ 1,58,206 છાત્રોએ ભાગ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો :  AAP Kailash Gahlot : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલને મોટો ઝટકો, કૈલાશ ગેહલોતે આપનો સાથ છોડી કેસરિયો ખેસ ધારણ કર્યો..

આ સંબંધમાં ઓનલાઈન રાઉન્ડમાં તેમના પ્રદર્શનના આધારે, ગુજરાત ( Gujarat ) તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ જેમ કે દાદરા અને નગરહવેલી, દમણ, દીવની ટોચની 90 ટીમોની ( RBI90 ) રાજ્ય સ્તરીય રાઉન્ડમાં ભાગ લેવા માટે પસંદ કરાઈ છે. પ્રશ્નોત્તરીની રાજ્ય સ્તરીય હરિફાઈ 19 નવેમ્બર, 2024નાં રોજ સવારે 11.30 કલાકે હોટલ હયાત રિજન્સી, અમદાવાદ ખાતે યોજાશે. બાદમાં બપોરે 1.30 કલાકે પુરસ્કાર વિતરણ સમારંભ યોજાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Cabinet approves PMEDrive scheme કેન્દ્રિય કેબિનેટે ૧૦,૯૦૦ કરોડના ખર્ચે ‘PMEDrive’ યોજનાને આપી મંજૂરી, ઇલેક્ટ્રિક ગતિશીલતાને મળશે વેગ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
Indian Exports To US અમેરિકન ટેરિફના એક વર્ષ પછી ભારતીય નિકાસની સ્થિતિ કેવી રહી? જાણો નફાનુકસાનનો સંપૂર્ણ હિસાબ
New Laws UPI Payments and Manufacturing યુપીઆઈ પેમેન્ટથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધીના નિયમો બદલાયા રાષ્ટ્રપતિની મંજૂરી મળતા દેશમાં લાગુ થશે નવા કાયદા
Exit mobile version