Site icon

દલિત સરપંચના પરિવારને મળવા ગયેલા મહાષ્ટ્રના ઉર્જા મંત્રીની યુપીમાં અટકાયત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

21 ઓગસ્ટ 2020 

ઉત્તર પ્રદેશમાં દલિતો પર ખૂબ અન્યાય થઇ રહ્યો છે અને ગુંડારાજ ચાલી રહ્યું છે એવું કહી વિરોધ દર્શાવવા માટે મહારાષ્ટ્રના દલિત નેતા ખાસ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિરોધ કરવા માટે યુપી પહોંચી ગયા હતા.. મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાન અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ નીતિન રાઉતની ગુરુવારે સવારે આઝમગગઢ જિલ્લાની સીમા પરથી ઉત્તર પ્રદેશ (યુપી) પોલીસે અટકાયત કરી હતી. મંત્રી, બાંસગાંવના હત્યા કરાયેલા દલિત સરપંચના પરિવારને મળવા જઇ રહ્યા હતા. પરંતુ રાઉત બોર્ડર પર પહોંચ્યા ત્યારે જ પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસ તેમની સાથે ગેસ્ટ હાઉસમાં પર લઈ જવા માંગતી હતી પરંતુ કોંગ્રેસના આ નેતાએ ના પાડી દીધી અને સરહદ પર બાગપુર ગામમાં ધરણા કરી ત્યાંજ વિરોધ શરૂ કર્યો. 

રાઉતે કહ્યું કે "મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં દલિતો સુરક્ષિત નથી. પુરુષોને નિર્દયતાથી મારવામાં આવે છે, જ્યારે મહિલાઓ પર અત્યાચાર થાય છે. ન તો ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, ન સરકાર દ્વારા પરિવારને કોઈ સહાય આપવામાં આવી.. તેઓ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરતા રહેશે."  ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજયકુમાર લલ્લુ સહિત સ્થાનિક કોંગ્રેસ નેતાઓ રાઉતની  મુલાકાત અને વિરોધ પ્રદર્શન દરમિયાન જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે પપ્પુ રામ તરીકે જાણીતા જયતેને ગત શુક્રવારે મોટર સાયકલ ઉપર ત્રણ શખ્સોએ ગોળીથી ઠાર માર્યા હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version