ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે ૨૦૨૧
મંગળવાર
કોરોનાના વધતા જતા કેસને પગલે દક્ષિણ ભારતના હજી એક રાજ્યએ ૧૦ દિવસ માટે લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. તેલંગાણામાં કાલે સવારે ૧૦ વાગ્યાથી આવતા ૧૦ દિવસ માટે લોકડાઉન રહેશે. લોકડાઉન દરમિયાન તમામ કર્યો માટે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે.
લોકડાઉનની માહિતી તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે “રાજ્યના મંત્રીમંડળે આવતીકાલે સવારે ૧૦ વાગ્યાથી ૧૦ દિવસ માટે લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. તમામ પ્રવૃત્તિઓ માટે દરરોજ સવારે ૬થી ૧૦ સુધી લોકડાઉનમાં રાહત આપવામાં આવશે. મંત્રીમંડળે કોવિડ૧૯ રસી ખરીદવા માટે વૈશ્વિક સ્તરે ટેન્ડરોને મગાવવાનો નિર્ણય લીધો છે.”
વેક્સિન ના બે ડોઝ લીધા પછી પણ કોરોના સંક્રમિત થયા બોલિવૂડ સ્ટાર.
ઉલ્લેખનીય છે કે હવે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ સિવાયના બધા જ રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશમાં આંશિક કર્ફ્યુ છે જયારે તમિલનાડુ અને કર્ણાટકમાં ૨૪ મે સુધી તો કેરેલામાં ૧૬ મે સુધી લોકડાઉન છે.