Site icon

મુંબઈકરો માટે બનશે ઝૂઓલોજિકલ પાર્ક અને ચિત્તા સફારી.. SGNP ને ઈકોડેસ્ટિનેશનમાં ફેરવવા આંતરરાષ્ટ્રીય આર્કિટેકની નિમણૂક કરાશે….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 ઓગસ્ટ 2020 

બોરીવલી સ્થિત સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (એસજીએનપી) પર્યટન વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. અહીં પર્યટકો માટે સુવિધાઓ વિકસાવવા માટે મહારાષ્ટ્ર સરકાર આંતરરાષ્ટ્રીય આર્કિટેકની નિમણૂક કરશે. એમ  રાજ્યના વન મંત્રીએ જણાવ્યું હતુ. વિડીયો કોન્ફરન્સ દ્વારા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે તમામ રાજ્યો સાથે એક સમીક્ષા બેઠક દરમિયાન, શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર સુધારવા માટે યોજનાઓ રજૂ કરી હતી. 

આ સંદર્ભે મહારાષ્ટ્ર ના વન મંત્રીએ કહ્યું કે, “પ્રશાશનની સૂચના મુજબ, 103 ચોરસ કિ.મી. મા ફેલાયેલાં સંજય ગાંધી નેશનલ પાર્ક ને આંતરરાષ્ટ્રીય ઇકો ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની યોજના ઘડાઇ રહી છે. આંતરરાષ્ટ્રીય આર્કિટેક્ટની નિમણૂક માટે ટેન્ડર પહેલેથી જ જારી કરવામાં આવ્યા છે. ભાગ લેનારી કંપની એસજીએનપી ની સુવિધાઓનો અભ્યાસ કરશે. વન સંરક્ષણ અધિનિયમ, 1980 ની જોગવાઈમાં દખલ કર્યા વિના સુધારા-વધારાની રીતો સૂચવશે. 

ઉલ્લેખનીય છવા કે 2017 માં, પાર્કના સુધારણા માટે વાટાઘાટો  (બેલ્જિયમ અને રાજ્ય વચ્ચે ) થઈ હતી. પરંતુ,  ‘તકનીકી મુશ્કેલીઓ અને બાકી સ્પષ્ટતા’ ને કારણે યોજના અટકી ગઈ હતી. ચાલુ યોજનામાં મિની ઝૂઓલોજિકલ પાર્ક અને ચિત્તા સફારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમ પણ વન મંત્રી એ જણાવ્યું હતું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version