267
Join Our WhatsApp Community
પોલીસ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે પોલ ખોલનાર રશ્મી શુક્લાની વિરુદ્ધમાં કાર્યવાહી થશે.
મહારાષ્ટ્ર રાજ્યના સ્ટેટ ઇન્ટેલિજન્સ કમિશનર રશ્મી શુક્લાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. એ પત્રમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે,મહારાષ્ટ્ર પોલીસ વિભાગમાં બદલી સંદર્ભે હાલ ઘણો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ પત્ર મીડિયામાં જાહેર થતાં જ ખળભળાટ મચી ગયો હતો. આ એક પત્ર ને કારણે છંછેડાયેલી મહારાષ્ટ્ર સરકાર રશ્મી શુક્લા વિરુદ્ધ પગલાં ભરવાનો નિર્ણય કરી રહી છે.
જો કે સરકાર નુ આ પગલું બેક ફાયર પણ થઈ શકે છે, પોલીસ વિભાગ માં પહેલેથી જ સરકારની છબી ખરડાઈ ગઈ છે. એવામાં આવો ભ્રષ્ટાચાર નો રિપોર્ટ આપનાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવાથી સરકારની ઇમેજ ને ધક્કો પહોંચી શકે છે.
You Might Be Interested In