218
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
ગુજરાતના આણંદ જિલ્લામાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર અજ્ઞાત લોકોએ ટ્રક તેમજ કાર પર પથ્થરમારો કર્યો. આ પથ્થરમારાને કારણે આશરે સાત જેટલા વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે. આ સંદર્ભે ની જાણકારી આણંદ ગ્રામીણ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ પત્રકારોને આપી હતી. સારી વાત એ છે કે આ આ પથ્થરમારાને કારણે કોઈ અકસ્માત થયો નથી અથવા કોઈ ઈજાગ્રસ્ત થયો નથી. પોલીસે આ સંદર્ભે ત્રણ અજ્ઞાત શખ્સોની વિરુદ્ધમાં ફરિયાદ લખી છે અને વધુ તપાસ ચાલુ છે. આ ઘટના મંગળવારે રાત્રે 11 વાગ્યે થઈ હતી.
You Might Be Interested In