News Continuous Bureau | Mumbai
Vande Bharat Express: એક તરફ વંદે ભારત દેશના વિવિધ ભાગોમાં લોકોની મુસાફરીને સરળ બનાવી રહ્યું છે. તે જ સમયે, કેટલાક અસામાજિક તત્વો વંદે ભારત ટ્રેનને નિશાનો બનાવી રહ્યા છે. આવી જ ઘટના ચેન્નાઈ-તિરુનેલવેલી વંદે ભારત એક્સપ્રેસમાં ( Chennai-Tirunelveli Vande Bharat Express ) બની હતી. અહીં રવિવારે કેટલાક અજાણ્યા લોકોએ સ્પીડમાં આવતી ટ્રેન પર પથ્થરમારો ( stone pelting ) કર્યો હતો.
તિરુનેલવેલી રેલવે જંક્શનના ( Tirunelveli Railway Junction ) અધિકારીઓના જણાવ્યા અનુસાર, વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો ત્યારે થયો જ્યારે ટ્રેન વનજી મણિયાચી સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી. પથ્થરમારામાં 9 કોચની બારીની પેનલ તૂટી ગઈ હતી. જોકે, પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી.
ટ્રેન રાત્રે 10.40 વાગ્યે તિરુનેલવેલી રેલવે જંકશન પર પહોંચી હતી…
ટ્રેન રાત્રે 10.40 વાગ્યે તિરુનેલવેલી રેલવે જંકશન પર પહોંચી હતી. આ પછી ટેકનિશિયનોએ તેનું નિરીક્ષણ કર્યું અને નુકસાનનો અંદાજ કાઢ્યો હતો. મજબુત કાચની બનેલી બારીઓનું થોડુ ઓછુ નુકસાન થયુ હતું પ્રાપ્ત માહિતી મુજબ, સોમવારે સવારે 6 વાગ્યે ટ્રેનને કામચલાઉ સમારકામ માટે રવાના કરવામાં આવી હતી. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Maratha Reservation: મહારાષ્ટ્રમાં મનોજ જરાંગેએ ફરી શિંદે સરકારને આપી ધમકી.. હવે આ તારીખથી ચાલુ કરશે ભૂખ હડતાળ.. જાણો વિગતે
દરમિયાન તિરુનેલવેલી રેલ્વે જંકશન પર નોંધાયેલી ફરિયાદના આધારે, રેલ્વે પોલીસ ( Railway Police ) (જીઆરપી) એ વંચીમનિયાચી અને ગંગાઈકોંડા સ્ટેશનો અને થૂથુકુડી ખાતે કાર્યવાહી શરુ કરી દીધી છે. તેમ જ જ્યાં હુમલો થયો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 24મી સપ્ટેમ્બરે ચેન્નાઈથી તિરુનેલવેલી થઈને તાંબરમ, વિલ્લુપુરમ, ત્રિચી, ડિંડીગુલ અને મદુરાઈ સુધી વંદે ભારત રેલ સેવા શરૂ કરવામાં આવી હતી.