‘યાસ’ વાવાઝોડાનું તાંડવ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચક્રવાત ‘યાસ’ ભીષણ વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને આના કારણે ઓરિસ્સા ઉપરાંત પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં ઝડપી પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે.
આ ઉપરાંત ઓરિસ્સાના તટીય વિસ્તારોમાં ઘણાં વૃક્ષો ધરાશાયી થયા છે તથા વીજપુરવઠો ખોરવાઈ ગયો છે.
આસામ, મેઘાલય, યુપી અને બિહારના કેટલાય વિસ્તારોમાં તોફાનને કારણે ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં, રાજ્યમાં સક્રિય કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો; જાણો આજના તાજા આંકડા
