Site icon

Stray Dog Attack : નાગપુરમાં રખડતાં કૂતરાએ 3 વર્ષના બાળકને ફાડી ખાતા મોત..

Stray Dog Attack :ત્રણ વર્ષનો છોકરો બહાર રમવા ગયો હતો જ્યારે તેની માતા ઘરકામમાં વ્યસ્ત હતી. જો કે, તે જ સમયે રખડતા કૂતરાઓના ટોળાએ તેના પર હુમલો કર્યો. હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો

Stray Dog Attack Tragic Death of Three-Year-Old in Mauda near Nagpur Due to Stray Dog Attack

Stray Dog Attack Tragic Death of Three-Year-Old in Mauda near Nagpur Due to Stray Dog Attack

News Continuous Bureau | Mumbai 

Stray Dog Attack : રાજ્યભરમાં રખડતા કૂતરાઓના હુમલામાં બાળકોના મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. આવી જ એક ઘટના નાગપુરથી સામે આવી છે. અહીં 3 વર્ષનો બાળક રમવા માટે બહાર ગયો અને રખડતા કૂતરાના હુમલામાં મૃત્યુ પામ્યો ( Child Died in Stray Dog Attack ). આ ઘટનાથી વિસ્તારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મૌડા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા કૂતરાઓએ ભારે હાહાકાર મચાવ્યો છે. કૂતરાઓએ પુખ્ત વયના તેમજ બાળકોને કરડીને ઘણા લોકોને ઇજા પહોંચાડી છે. આથી ઘણા દિવસોથી સ્થાનિકો રખડતા કૂતરાઓના નિકાલની માંગ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

Stray Dog Attack : રખડતા કૂતરાઓના ટોળાએ બાળક પર હુમલો કર્યો

આ ચોંકાવનારી ઘટના મંગળવારે નાગપુર જિલ્લાના મૌડા ગામમાં બની હતી. અંકુશ શહાણે તેના પરિવાર સાથે ગણેશ નગર વિસ્તારમાં રહે છે. તેઓને એક 3 વર્ષનો પુત્ર હતો. મંગળવારે માતા ઘરકામમાં વ્યસ્ત હતી ત્યારે તે રમવા બહાર ગયો હતો. જો કે, તે જ સમયે રખડતા કૂતરાઓના ટોળાએ તેના પર હુમલો કર્યો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમાચાર  પણ વાંચો:  Mumbai Water cut : ઘાટકોપર, ભાંડુપ અને મુલુંડમાં આ તારીખે 24 કલાક પાણી કાપ મુકાશે; જાણો કારણ..

Stray Dog Attack : પડોશીઓએ બાળકને કરાવ્યો મુક્ત 

નોંધનીય છે કે વિસ્તારની વિવિધ વસાહતોમાં રખડતા કૂતરાઓ રખડતા હોય છે. આવી ફરિયાદો છેલ્લા કેટલાય દિવસોથી નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. રસ્તે બે રખડતા કુતરા બેઠા હતા. બાળકને જોતાની સાથે જ આ કૂતરાઓએ તેના પર હુમલો કર્યો. એક કૂતરાએ તેની ગરદન તેના મોઢામાં દબાવી દીધી હતી. બીજા કૂતરાએ તેનો ખભા પકડી લીધો. આ દરમિયાન બાળકના રડવાનો અવાજ સાંભળીને પડોશીઓ બહાર આવ્યા. તેઓએ તેને કુતરાના કબ્જામાંથી મુક્ત કરાવ્યો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version