Site icon

UBT : રાજ્યમાં લોકસભાની ચૂંટણી પ્રચાર માટે આજથી વિદર્ભથી શરુ થશે સ્ત્રી શક્તિ સંવાદ યાત્રા.. રશ્મિ ઠાકરેના માર્ગદર્શન હેઠળ કરાશે આ મહત્ત્વના કામો.

UBT : રાજ્યમાં તમામ રાજકીય પક્ષો હાલ લોકસભાની ચુંટણીની તૈયારી માટે કમર કસી લીધી છે. ત્યારે શિવસેના યુબીટી પણ હવે તેમની વ્યુરચના બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ અંતર્ગત હવે રશ્મિ ઠાકરેના માર્ગદર્શન હેઠળ આજથી ચાલુ થશે સ્ત્રી સંવાદ યાત્રા..

Stree Shakti Samvad Yatra will start from Vidarbha today to campaign for Lok Sabha elections in the state.. These important works will be done under the guidance of Rashmi Thackeray..

Stree Shakti Samvad Yatra will start from Vidarbha today to campaign for Lok Sabha elections in the state.. These important works will be done under the guidance of Rashmi Thackeray..

News Continuous Bureau | Mumbai

UBT : રાજ્યમાં તમામ રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણીની ( Lok Sabha elections ) તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકીય પક્ષો આ માટે વ્યૂહરચના પણ નક્કી કરી રહ્યા છે. ત્યારે શિવસેના ( UBT ) નેતા ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) પણ લોકસભાના મતવિસ્તારો માટે તેમની વ્યુરચનાની તૈયારીઓ શરુ કરી રહ્યા છે. આ મુદ્દે હવે ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે ( Rashmi Thackeray ) પણ લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા નીકળી રહ્યા છે. જેમાં શિવસેનાની મહિલા અઘાડી પણ પ્રચારમાં તેમની સાથે મેદાનમાં ઉતરશે.

Join Our WhatsApp Community

આ સંદર્ભે જ રશ્મિ ઠાકરેના નેતૃત્વમાં ‘સ્ત્રી શક્તિ સંવાદ’ ( Stree Shakti Samvad Yatra ) યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મંગળવાર 16 જાન્યુઆરીએ આજથી વિદર્ભથી ( Vidarbha ) આ યાત્રા શરૂ થઈ રહી છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત વિદર્ભની મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવશે. જેમાં શિવસેનાના ઉપનેતા વિશાખા રાઉત, કિશોરી પેડનેકર, જ્યોતિ ઠાકરે, સંજના ઘડી, રાજુલ પટેલ, શીતલ દેવરુખકર અને રંજના નેવાલકર વિદર્ભ વિધાનસભાની સંપૂર્ણ સમીક્ષા કરશે. તેમજ ઉદ્ધવ ઠાકરેની સૂચના અને રશ્મિ ઠાકરેના માર્ગદર્શન હેઠળ ઠાકરે ગ્રુપ (UBT) ની સ્ત્રીશક્તિ સંવાદ યાત્રા આજથી વિદર્ભથી શરૂ થશે.

આ સમાચાર પણ વાંચો :  Ram Mandir: 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસને મહારાષ્ટ્રમાં પણ જાહેર રજા તરીકે જાહેર કરો.. હવે ભાજપના આ ધારાસભ્યે કરી માંગ…

 મહિલા આઘાડી દ્વારા સ્થાનિક મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવશે….

એક અહેવાલ મુજબ, તાજેતરમાં મહિલાઓ સામેના ગુનાઓ વધી રહ્યા છે. આ સાથે મહિલાઓને લગતા અનેક મુદ્દાઓ અને સમસ્યાઓ અંગે પણ, આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. મહિલા આઘાડી વતી, તે મુખ્યત્વે મહિલા બચત જૂથો, આંગણવાડી કાર્યકરો અને મહિલાઓના વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. યાત્રા દરમિયાન વિદર્ભના અમરાવતી, યવતમાલ, વાશિમ, રામટેક લોકસભા ક્ષેત્રની મહિલાઓ સાથે પણ વાતચીત કરવામાં આવશે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version