કોરોનાના વધતા જતાં કેસોને પગલે મહારાષ્ટ્ર સરકારે નિયમોમાં સખ્તી વધારી દીધી છે.
કોઈ પણ થિયેટર કે ઑડિટોરિયમમાં જો નાકની નીચે માસ્ક હશે, તો એન્ટ્રી નહીં મળે.
સાથે જ તમામ ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને જ કામ પર બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે જ્યારે સરકારી કચેરીઓના વડાને અધિકારી આપવામાં આવ્યો છે કે, તેઓ કર્મચારીઓની હાજરી અંગે યોગ્ય નિર્ણય લે
જો કે જરૂરી સેવાઓ અને હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલી સંસ્થામાં છૂટ રહેશે.
