ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ઓગસ્ટ 2020
ઉત્તર પ્રદેશમાં યુવતીનું છેડછાડ દરમ્યાન, સ્કૂટર પરથી પડી જતાં મૃત્યુ થયું છે. મૃતક યુવતી બુલંદશહેર સ્કૂલની ટોપર હતી. જેને 3.8 કારોડની અમેરિકાની શિષ્યવૃત્તિ મળી હતી. છેડતીની આ ઘટના દ્વારા ફરી એક વાર સાબિત થયું છે કે ઉત્તર પ્રદેશમાં બદમાશોને કોઈનો ડર નથી.. જેમના કારણે, એક આશાસ્પદ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવયો છે.
બદમાશોની છેડતીનો ભોગ બનેલી યુવતીના કેસમાં પોલીસનું વલણ કંઈક અંશે વિચિત્ર છે. પોલીસનું કહેવું છે કે, "જ્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવતીના કાકા અને પિતરાઇ ભાઇએ તેની છેડતી કરવામાં આવી હોવાની કોઈ ફરિયાદ કરી ન હતી, અને હવે કહે છે કે છેડતી થયી હતી."
યુવતીના કાકા, જેઓ આ કેસમાં પ્રત્યક્ષ સાક્ષી પણ છે, જણાવ્યું હતું કે "કેટલાક શખ્સો તેમની બાઇકનો પીછો કરી રહ્યા હતા અને પોતાની કારમાં પાછળ પાછળ આવતા હતા, ઉપરાંત ગંદા ગંદા શબ્દો બોલી ઈશારો કરતા હતા. આ દરમિયાન તેમની સામે એક કાર આવી જતાં ટકકર થઈ હતી. જે બાદ તે ઉછળીને રસ્તા પર પડી હતી અને માથામાં ઇજા થતાં ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે દાવો કર્યો છે કે તેઓ જલ્દીથી જ છેડતી કરનાર યુવકોને પકડી પાડશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com