Site icon

3.8 કરોડની શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીનું છેડતી દરમિયાન મોત, જાણો વિગતે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 ઓગસ્ટ 2020 

ઉત્તર પ્રદેશમાં યુવતીનું છેડછાડ દરમ્યાન, સ્કૂટર પરથી પડી જતાં મૃત્યુ થયું છે. મૃતક યુવતી બુલંદશહેર સ્કૂલની ટોપર હતી. જેને 3.8 કારોડની અમેરિકાની શિષ્યવૃત્તિ મળી હતી. છેડતીની આ ઘટના દ્વારા ફરી એક વાર સાબિત થયું છે કે ઉત્તર પ્રદેશમાં બદમાશોને કોઈનો ડર નથી.. જેમના કારણે, એક આશાસ્પદ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવયો છે. 

બદમાશોની  છેડતીનો ભોગ બનેલી યુવતીના કેસમાં પોલીસનું વલણ કંઈક અંશે વિચિત્ર છે. પોલીસનું કહેવું છે કે, "જ્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવતીના કાકા અને પિતરાઇ ભાઇએ તેની છેડતી કરવામાં આવી હોવાની કોઈ ફરિયાદ કરી ન હતી, અને હવે કહે છે કે છેડતી થયી હતી."

યુવતીના કાકા, જેઓ આ કેસમાં પ્રત્યક્ષ સાક્ષી પણ છે, જણાવ્યું હતું કે "કેટલાક શખ્સો તેમની બાઇકનો પીછો કરી રહ્યા હતા અને પોતાની કારમાં પાછળ પાછળ આવતા હતા, ઉપરાંત ગંદા ગંદા શબ્દો બોલી ઈશારો કરતા હતા. આ દરમિયાન તેમની સામે એક કાર આવી જતાં ટકકર થઈ હતી. જે બાદ તે ઉછળીને રસ્તા પર પડી હતી અને માથામાં ઇજા થતાં ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. 

આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે દાવો કર્યો છે કે તેઓ જલ્દીથી જ છેડતી કરનાર યુવકોને પકડી પાડશે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version