ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
રત્નાગિરિ શહેર નજીક કાલબાદેવીના એક માછીમારને આશરે ૧૫૦ કિલો વજનની સૌથી મોટી માછલી મળી છે. જોકેઆ માછલીને કોરોના મહામારીને કારણે ઓછો ભાવ મળ્યો છે. હવે આ બાબતની ચર્ચા સ્થાનિક લોકોમાં થઈ રહી છે.
મીર્યાથી થોડે દૂર માછીમારી કરતી વખતે આ મોટી માછલી બોટની જાળમાં ફસાઈગઈ હતી. એક મીડિયા રિપૉર્ટ અનુસાર નિકેત માયેકર અને અન્ય બોટ પરના સાથીઓને નેટમાં કંઈક તકલીફ હોવાની વાત સમજાઈ હતી. તેઓએ કિનારેથી જાળી ખેંચી. કિનારે પહોંચતાંની સાથે જ તેઓને સમજાયું કે તેમને એક મોટી માછલી મળી છે. આ માછલીનું વજન આશરે ૧૫૦ કિલો છે. મીર્યાના કેટલાક લોકોએ આ માછલી લઈ લીધી હતી. આશરે ૧૫૦ કિલો વજનવાળી આ માછલી છ ફૂટ લાંબી અને સાત ફૂટ પહોળી છે.
હાલમાં કોરોના મહામારીને કારણે આ માછલીનો યોગ્ય ભાવ મળ્યો નથી. માછીમારોએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે રત્નાગિરિના કાંઠે આટલી મોટી માછલી મળી હોવાની આ પ્રથમ ઘટના છે. આ માછલીનો બજારમાં ભાવ પ્રતિ કિલો ૧૭૦ રૂપિયા જેટલો છે. આ માછલીની ભારે માગ છે.

Leave a Reply