News Continuous Bureau | Mumbai
Sukma Encounter: છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ 10 નક્સલીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી તમામના મૃતદેહ અને 3 ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે.
Sukma Encounter: 10 નક્સલીઓને ઠાર
સુકમા જિલ્લાના ભીજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળની ટીમ કોરજુગુડા, દંતેશપુરમ, નાગરમ ભંડારપાદર માટે રવાના થઈ ગઈ હતી. આ દરમિયાન કોરજુગુડા અને ભંડારપાદરના જંગલોમાં ડીઆરજીના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બંને તરફથી ભીષણ ગોળીબાર વચ્ચે સુરક્ષા દળોએ 10 નક્સલીઓને ઠાર કર્યા હતા. ઘટનાસ્થળેથી AK-47, INSAS રાઈફલ, SLR ગન અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.
Sukma Encounter: સર્ચ ઓપરેશન ચાલુ
એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળના જવાનો કેમ્પમાં પરત ફરી રહ્યા છે. માર્યા ગયેલા તમામ નક્સલવાદીઓ ઓરિસ્સા થઈને છત્તીસગઢની સરહદમાં પ્રવેશ્યા હતા. આ અંગેની માહિતી મળતા જ નક્સલવાદીઓનો પીછો કરીને માર્યા ગયા હતા. એન્કાઉન્ટર સ્થળની શોધ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai CNG price: મુંબઈકરોને મોંઘવારીનો માર, મહાનગર ગેસ લિમિટેડે આ ગેસના ભાવમાં કર્યો વધારો; જાણો નવા રેટ..
Sukma Encounter: ડીઆરજી સૈનિકો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું કે સુકમા જિલ્લાના દક્ષિણી વિસ્તાર ભેજીમાં નક્સલ સંગઠનના બસ્તર વિભાગના માઓવાદીઓ વિશે બાતમીદાર પાસેથી માહિતી મળી હતી. જે બાદ ડીઆરજીની ટીમને સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. આ દરમિયાન આજે સવારે લગભગ 6 વાગ્યે ભેજી જંગલમાં ડીઆરજી સૈનિકો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળોના પરત ફર્યા બાદ આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે.