Summer Special Train :
યાત્રીઓની સુવિધા માટે, રેલવે વહીવટીતંત્ર ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યું છે. આ ખાસ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
ટ્રેન નંબર 07062 ભાવનગર-હૈદરાબાદ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દર રવિવારે સવારે 10.15 વાગ્યે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ઉપડે છે અને બીજા દિવસે સોમવારે બપોરે 16.45 વાગ્યે હૈદરાબાદ સ્ટેશન પહોંચે છે. આ ટ્રેન 01.06.2025 સુધી દોડવાની હતી, જે હવે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 29.06.2025 સુધી દોડશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 07061 હૈદરાબાદ-ભાવનગર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે હૈદરાબાદ સ્ટેશનથી 19.00 વાગ્યે ઉપડે છે અને રવિવારે સવારે 05.55 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચે છે. આ ટ્રેન 30.05.2025 સુધી દોડવાની હતી, જે હવે હૈદરાબાદ સ્ટેશનથી 27.06.2025 સુધી ચાલશે.
આ ટ્રેનમાં સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ છે. આ ટ્રેન સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, સાબરમતી, વડોદરા, સુરત, ઉધના, નંદુરબાર, અમલનેર, ધરણગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી, બસમત, પૂર્ણા જંકશન, નાંદેડ, મુદખેડ જંકશન, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, મેડચલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
Summer Special Train :
ટ્રેન નંબર 07062 માટે ટિકિટ બુકિંગ તાત્કાલિક અસરથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.