News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવે ઉધના અને બરૌની જંક્શન વચ્ચે સમર દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે
મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ ઉધના અને બરૌની જંક્શન સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 09033/09034 ઉધના-બરૌની જંકશન દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન [18 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 09033 ઉધના – બરૌની જંક્શન સ્પેશિયલ દર સોમવાર અને બુધવારે ઉધનાથી 20.35 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે એટલે કે બુધવાર અને શુક્રવારે 03.00 કલાકે બરૌની જંક્શન પહોંચશે. આ ટ્રેન 3જી મે થી 31મી મે 2023 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09034 બરૌની જં- ઉધના સ્પેશિયલ દર બુધવાર અને શુક્રવારે બરૌની જં.થી 09.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 5મી મેથી 2જી જૂન 2023 સુધી ચાલશે.
આ સમાચાર પણ વાંચો: એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ લક્ષ્ય 2026 તરફના તેના ધ્યેય અંતર્ગત સમય કરતાં પહેલા 75%નો રિટેલ લોન પોર્ટફોલિયો હાંસલ કર્યો
આ ટ્રેન બંને દિશામાં નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી જંક્શન, પિપરિયા, નરસિંહપુર, જબલપુર, કટની જંક્શન, મૈહર, સતના, માણિકપુર જંક્શન, પ્રયાગરાજ છિઓકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, અરાહ જંકશન અને પટના જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09033 માટે બુકિંગ 2જી મે, 2023થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.