ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઓગસ્ટ, 2021
બુધવાર
દિલ્હી કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરને મોટી રાહત આપી છે.
પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુ મામલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોર્ટે બુધવારે કોંગ્રેસ નેતા શશી થરૂરને નિર્દોષ જાહેર કર્યા છે.
કોર્ટમાંથી રાહત મળ્યા બાદ શશિ થરૂરે કોર્ટનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ 7.5 વર્ષથી તેઓ ટોર્ચર અને દુઃખ બંને સહન કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,સુનંદા પુષ્કરનું મોત 2014ના રોજ દિલ્હીના એક હોટલમાં થયું હતું. તેમની પત્નનીનું જ્યારે મોત થયું તેના અમુક સમય પહેલા તેણે એવા આરોપ લગાવ્યા હતા કે તેમના પતિ શશિ થરૂરના પાકિસ્તાની પત્રકાર સાથે સંબંધ છે. જેથી પોલીસે તેમની સામે 307 અને 498 Aની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તેમના પર દુષ્પ્રેરણા અને ડોમેસ્ટિક હિંસાના આરોપો લાગ્યા હતા.
