કોરોનાનું સંક્રમણ વધતા આ રાજ્ય સરકારે આગામી બે રવિવાર સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું… જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 જાન્યુઆરી 2022          

શનિવાર

કેરળમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ ૪૧,૬૬૮ નવા કોરોના કેસ નોંધાયા હતા. બેકાબૂ કોરોના કેસ વચ્ચે કેરળ સરકારે નિયંત્રણો વધુ કડક કરી દીધા છે. હવે આગામી બે રવિવારે (૨૩ અને ૩૦ જાન્યુઆરી) રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ સમય દરમિયાન માત્ર આવશ્યક સેવાઓને જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. 

 આ દરમિયાન  મોલ, થિયેટર, શાળા-કોલેજ, બજારો, ધાર્મિક સંસ્થાઓ વગેરે બંધ રહેશે. ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેરળ સરકારે ૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની માતાઓ માટે ઘરેથી કામ કરવાની જાહેરાત કરી છે. 

ઠાકરે સરકારની ચિતા વધી, રાજ્યમાં લોકોએ વળતર મેળવવા ખોટી અરજીઓ કરી, કોરોનાથી થયેલા મૃત્યુ કરતા વળતર માટે આટલા ટકા વધુ અરજીઓ આવી 

નોંધપાત્ર રીતે કેરળમાં ૨૦૨૦ પછી કોવિડ -૧૯ના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય દરેક જિલ્લાનું વહીવટીતંત્ર કેસની સંખ્યાના આધારે નવા નિયંત્રણો નક્કી કરી શકે છે. ધાર્મિક વિધિઓ ઓનલાઈન થઈ શકે છે. થિયેટર અને બાર પરના નિયંત્રણો સંબંધિત જિલ્લા કલેક્ટર દ્વારા નક્કી કરી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના દર અને મૃત્યુ દરમાં વધારો થવાની સ્થિતિમાં જ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું જાેઈએ. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ભારતમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાના ર્નિણયને ફગાવી દીધો છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment