Medicine : સરકારી હોસ્પિટલમાં નકલી દવાઓના કૌભાંડ મામલે આ સંસ્થાએ રાજ્ય સરકારને લખ્યો પત્ર, આ માંગ.. 

Medicine : તાજેતરમાં સકરારી હોસ્પિટલ ઈન્દિરા ગાંધી સકરારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પર પાડવામાં આવ્યા હતા. જેમાં 21, 600 નકલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

by Bipin Mewada
supply of fake medicines to Nagpur government hospital, now this organization has written a letter to the Maharashtra government with this demand

News Continuous Bureau | Mumbai 

Medicine : તાજેતરમાં, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને  નાગપુરની ( Nagpur ) સરકારી હોસ્પિટલ ‘ઇન્દિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ’ ( indira Gandhi Government Medical College ) પર દરોડા પાડ્યા હતા અને નકલી દવા ‘સિપ્રોફ્લોક્સાસીન’ની 21,600 હજાર નકલી દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે હવે આ બાબતે હિંદુ વિદ્યા પરિષદે ( Hindu Vidya Parishad ) મહારાષ્ટ્ર સરકરાને એક પત્ર લખી આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમજ કહ્યું છે કે, જ્યારે મહારાષ્ટ્રમાં ‘હાફકિન’ ( Haffkine)  જેવી પ્રખ્યાત દવા સંશોધન સંસ્થા છે, તો પછી નકલી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ‘રિફાઇન્ડ ફાર્મા ગુજરાત’ પાસેથી નકલી દવાઓ ( Fake Medicines )  કેવી રીતે ખરીદવામાં આવી? તેમજ તપાસમાં જાણી જોઈને 10 મહિના સુધી કેમ વિલંબ કરવામાં આવ્યો? તેમજ તમામ દર્દીઓના જીવ સાથે રમતનો આ એક ખૂબ જ ગંભીર પ્રકાર છે. આથી સરકાર દ્વારા નકલી દવા સપ્લાય કરતી કંપની સામે ગુનો નોંધવો જ પૂરતો નથી, પરંતુ દવાની ગુણવત્તા ન ચકાસનાર અને નકલી કંપનીને સમર્થન આપનારા સરકારી અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. 

હિંદુ વિદ્યા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ એડવોકેટે, મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ.તાનાજી સાવંતે ખાદ્ય અને ઔષધ પ્રશાસન મંત્રી ધર્મરાવ બાબા આત્રામ તેમજ ખાદ્ય અને ઔષધ પ્રશાસન કમિશનરને લેખિત ફરિયાદ કરી છે.

માર્ચ 2023 માં, નાગપુરના કલમેશ્વર તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આ નકલી દવાઓ જપ્ત કરી હતી…

ઉલ્લેખનીય છે કે, માર્ચ 2023 માં, નાગપુરના કલમેશ્વર તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ( FDA ) આ નકલી ગોળીઓ (દવાઓ) જપ્ત કરી હતી. કમલેશ્વર તાલુકાની સરકારી આરોગ્ય સુવિધામાંથી જપ્ત કરાયેલી નકલી દવાઓને પરીક્ષણ માટે મુંબઈની સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી. આ તપાસનો રિપોર્ટ 10 મહિના પછી એટલે કે ડિસેમ્બર 2023માં સામે આવ્યો હતો. આ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ ગોળીઓમાં સિપ્રોફ્લોક્સાસીન રોગપ્રતિકારક દવા જ નથી. ત્યારે આ નકલી દવાઓ રાજ્યભરના સરકારી દવા કેન્દ્રોમાં પહેલાથી જ સપ્લાય કરવામાં આવી ગઈ હતી. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તપાસમાં વઘુમાં જાણવા મળ્યું હતું કે, આ દવાઓનું ઉત્પાદન કરતી કંપની ‘રિફાઈન્ડ ફાર્મા, ગુજરાત’ નામની કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી. હાલ પોલીસે આ અંગે ત્રણ લોકો સામે કેસ નોંધ્યો છે. જેમાં એક આરોપી પહેલેથી જ સમાન પ્રકારની નકલી દવાઓ વેચવા બદલ જેલની સજા ભોગવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Sita Temple :અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાદ હવે આ દેશમાં બનશે માતા સીતાનું મંદિરઃ અહેવાલ..

આ સંદર્ભે એડવોકેટે તેમના પત્રમાં વધુમાં જણાવ્યું છે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા લેવાયેલી કાર્યવાહી ખૂબ જ અપૂરતી છે અને ઘણી શંકાઓ ઊભી કરે છે. માર્ચ 2023માં ટેસ્ટિંગ માટે લેવામાં આવેલી દવાની જાણ ડિસેમ્બર 2023માં આટલી મોડી કેમ થઈ? માર્ચ 2023 થી ડિસેમ્બર 2023 વચ્ચે જે દર્દીઓને આ દવા આપવામાં આવી હતી તેમનું શું થયું તે પણ અહીં સમજવું જોઈએ. એક આરોપી નકલી દવાઓ વેચવા બદલ જેલની સજા ભોગવી રહ્યો હોવાનું તપાસમાં અત્યાર સુધીમાં કેમ બહાર આવ્યું નથી? આવી અનેક શંકાઓ ઉભી થઈ રહી છે. હાફકાઈન જેવી સંસ્થાઓ સિવાય સરકારી સ્તરે સંપૂર્ણ ખરાઈ કર્યા વગર દવાઓ ખરીદનારા સહિત અન્ય તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More